google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ચાણસ્મા રેલ્વે નાળાની સાફ – સફાઈ કરવામાં આવી..

Date:

પાટણ તા. ૧૦
પાટણમાં સંભવિત પુર-
વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લામાં આગોતરી કામગીરી જેવી કે ખાડા પુરાણ, કેચપીટ-
મેઈન હોલ-કાંસની સફાઈ, કેનાલ, તળાવ ઊંડા કરવાની બાબત, રસ્તા રીપેરીંગ, તેમજ નદી- નાળાની સફાઈ કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ચાણસ્મા નગર પાલિકા દ્વારા રેલ્વે નાળાની સાફ સફાઈ કરવામાં આવી હતી. તેમજ ગોગા મહારાજના મંદિર પાસે આવેલ રૂપેશ્વર રોડની પણ સાફ-સફાઈ તેમજ એરવાડી શિશુ બાળ મંદિર પાસે રુપેશ્વર રોડ પર આવેલ ઝાડી-ઝાંખરાનું કટીંગ પણ કરવામાં આવ્યું હતુ.

જિલ્લાની તમામ નગર પાલિકા દ્વારા હાલમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચાણસ્માના વિવિધ વિસ્તારોમાં સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. રેલ્વેનાળા, કેનાલ વગેરેની સફાઈ અંતર્ગત પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રિ-મોન્સુનની કામગીરી માટે કેનાલ – રસ્તાના બાંધકામના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ બનતાં હોય તેવા અવરોધોનો તાત્કાલિક નિકાલ કરવાં, ઝાડી-ઝાંખરાને તાત્કાલિક અસરથી દૂર કરાવવાં, વરસાદી પાણીના નિકાલમાં કચરાથી અવરોધ ઉભો થયો હોય તો તે દૂર કરાવવાંની સાથે આરોગ્ય વિભાગને રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવા ઓ ના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં વગેરેની કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા  મળ્યું  છે.

Share post:

Subscribe

Popular

More like this
Related