કુલ 109 પરિક્ષા મા અંદાજીત 3 લાખ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે..
પાટણ તા. 2
પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની માર્ચ જૂન ની વાર્ષિક પરીક્ષાઓ તા. 21 માર્ચ થી શરૂ થવાની છે.જેમાં 21 માર્ચ થી પ્રથમ તબક્કો 31 માર્ચ થી બીજો તબક્કો અને 20 એપ્રિલ થી ત્રીજા તબક્કો એમ ત્રણ તબક્કામાં 109 જેટલી વાર્ષિક પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પરિક્ષામાં તા 21 માર્ચ થી સ્નાતક સેમિસ્ટર 6 અને અનુસ્નાતક સેમિસ્ટર 4 ની કુલ 48 પરીક્ષા લેવામાં આવશે.
ત્યાર બાદ 31 માર્ચ થી યુજી સેમિસ્ટર 4 ની કુલ 18 પરીક્ષાઓ યોજાશે.
જયારે અંતિમ તબક્કામાં તા. 20 એપ્રિલ થી શરૂ થશે જેમાં યુજી સેમિસ્ટર 2 અને પીજી સેમિસ્ટર 2 ની પરીક્ષા યોજાવાની છે .જેમાં કુલ 43 પરીક્ષા છે.આમ કુલ ત્રણ તબકકામાં 109 પરીક્ષા યોજાશે જેની તૈયારીઓ યુનિવર્સિટી ના પરિક્ષા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું યુનિવર્સિટી ના પરિક્ષા વિભાગ ના સુત્રો એ જણાવ્યું હતું.
આ ત્રણ તબક્કામાં માં યોજાનાર વાર્ષિક પરીક્ષામાં 3 લાખ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસવાના છે તેમ પરીક્ષા નિયામકે જણાવ્યું હતું.