fbpx

પાટણ મહિલા મંડળ ખાતે કવિઝ કોમ્પીટીશન યોજાઈ..

Date:

શહેરની ત્રણ શાળા ના 54 બાળકોએ ભાગ લીધો..

પાટણ તા.3
પાટણ મહિલા મંડળ ખાતે ધોરણ 5 થી 7 ના વિદ્યાર્થીઓ માટે એક અનોખી કિવઝ કૉમ્પીટીશનનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કવિઝ કોમ્પીટીશન મા પાટણની ગાંધી સુંદરલાલ શાળા, બીપીનભાઈ દવે શાળા અને ગુમડા મસ્જિદ શાળા ના 54 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ હરીફાઈ નો મુખ્ય હેતુ બાળકોને પુસ્તકાલય માં આવતાં કરવાનો હોવાનું આયોજકો એ જણાવ્યું હતું. હરીફાઈમાં પ્રોજેકટ ચેરમેન તરીકે ધારાબેન ગાંધીએ સુંદર સેવા આપી હતી તો ત્રણેય શાળામાંથી આવેલા શિક્ષકોના પ્રતિભાવ ખૂબ સુંદર મળ્યા હતા. અને તમામ બાળકોને પ્રોત્સાહન ઈનામ ના દાતા ગાંધી ભૉગીલાલ બેચરદાસ પરિવારે દ્વારા આપવામાં આવ્યા હતા.

આ હરીફાઈ માં પ્રથમ નંબરે વીપીનભાઈ દવે શાળાના રિદ્ધિ વિપુલભાઈ ઠાકોર, દ્વિતીય નંબરે ગુમડામાં મસ્જિદ શાળા
ના આયુષી મહેન્દ્રભાઈ પ્રજાપતિ અને તૃતીય નંબરે વિપિનભાઈ દવે શાળાના હિનલ સંજય
ભાઈ પ્રજાપતિ વિજેતા બન્યા હતા.

આ કવિઝ કોમ્પીટીશન ને સફળ બનાવવા પાટણ મહિલા મંડળના પ્રમુખ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર શહેર સહિત તાલુકા વિસ્તારમાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો..

જિલ્લાના અધિકારી પદાધિકારી સહિત ના મહાનુભાવો એ ઉપસ્થિત રહી...

જુનીયર ક્લાર્ક ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ માં યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ..

જુનીયર ક્લાર્ક ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ માં યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ.. ~ #369News