fbpx

સિધ્ધપુર શહેર સહિત તાલુકા વિસ્તારમાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો..

Date:

જિલ્લાના અધિકારી પદાધિકારી સહિત ના મહાનુભાવો એ ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો..

પાટણ તા. 14
સરકાર દ્રારા જાહેર કરેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા. ૧૩/ ૦૬/૨૦૨૩ ના રોજ પાટણ જીલ્લા ના સિદ્ધપુર તાલુકા માં સિદ્ધપુર સીટી અને ૩૮ ગ્રામ્ય વિસ્તારોમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અને આંગણવાડી અને બાળવાટિકા પ્રવેશોત્સવ યોજવામાં આવેલ જેમાં આંગણવાડી માં કુમાર-૮૧ અને કન્યા -૭૯ કુલ-૧૬૦ અને બાળવાટિકામાં કુમાર – ૪૯૪ અને કન્યા-૪૮૨ કુલ-૯૭૬ તેમજ શાળામાં કુમાર-૩૦ અને કન્યા-૩૫ કુલ – ૬૫ બાળકોને પ્રવેશ કરાવામાં આવ્યો.

પ્રવેશોત્સવ દરમ્યાન જીલ્લા કક્ષાએથી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે.એ.મકવાણા , નાયબ જિલ્લા વિકાસ અધિકારી, આર.કે. મકવાણા, શિક્ષણ નિરિક્ષક ડીઇઓ-પાટણ પ્રજાપતિ અનિશાબેન એન., પ્રાંત અધિકારી સિદ્ધપુર, મામલતદાર સિદ્ધપુર, તાલુકા વિકાસ અધિકારી, સીડીપીઓ રંજનબેન શ્રીમાળી, તાલુકા શિક્ષણ અધિકારી, જેવા મહાનુભાવો તેમજ બી.આર.સી,સી.આર. સી, મુખ્યી સેવિકા બહેનો તેમજ પીએસઇ ઇન્સ્ટ્રકટર, એન.એન.એમ અને કાર્યકર બહેનો તથા તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આંગણવાડી પ્રવેશોત્સવ દરમ્યાન નાના ભુલકાઓને પ્રવેશોત્સવના સ્થળ ઉપર શણગારેલ રીક્ષા, ઉંટલારી તેમજ ઇકો ગાડીમાં બેસાડીને સફરની મોજ કરાવેલ હતી.

પ્રવેશોત્સવમાં આંગણવાડી, બાળવાટિકા, તથા શાળામાં પ્રવેશ પામતા ભુલકાઓને દાતાઓ દ્રવારા વિવિધ કીટ જેવી કે, રમકડા ની કીટ, સ્લેટ, બેગ, કંપાસબોકસ, લંચબોકસ, પેન્સિલ, રબર, સંચો, પાણીની બોટલ, પુસ્તકો, નોટબુક, કલર, પઝલ્સની કીટ, સ્ટીલના ઘોડા, બાળકો માટે નાની ખુરશીઓ, પાણીના મોટા જગ, સ્ટીલની ડીસો તથા રોકડ રકમ, ચંપલ વગેરે દાન આપવામાં આવેલ હતું જે ખરેખર સરહાનીય છે.

કાર્યકર બહેનો તથા તેડાગર બહેનો દ્રારા આંગણવાડીમાં તોરણ, ફુગ્ગા, રંગોળી, ઝુમ્મર દ્રારા સુશોભન કરવામાં આવેલ હતું, ફુલોની રંગોળી કરવામાં આવેલ હતી આવેલ મહેમાનો દ્રવારા બાળકોના કુમ-કુમ પગલા પડાવામાં આવેલ હતા જેનાથી બાળકો ઉત્સાહિત જોવા મળ્યા હતા. વાલીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્ય નો ઉદ્દેશ એ હતો કે આંગણવાડી માં વધુમાં વધુ બાળકો આવતા થાય તે માટે વાલીઓમાં જાગૃતિ લાવવાનો છે. પર્યાવરણની જાળવણી માટે આવેલ મહાનુભાવો દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માગૅ મકાન વિભાગ દ્વારા જિલ્લામાં વરસાદ મા ધોવાણ થયેલા રોડો ની રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ.

પાટણ તા. ૨પાટણ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના-મોટા રોડ,...

આજે એક દિવસની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી પાટણ ખાતે પધારશે..

આજે એક દિવસની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી પાટણ ખાતે પધારશે.. ~ #369News