fbpx

પાટણ જિલ્લામાં એકી સાથે 20 કોરોના કેસ નોંધાયો : જિલ્લા કુલ 55 કેસ એક્ટિવ..

Date:

પાટણમાં 11,ચાણસ્મા 5,સરસ્વતી 2 , હારીજ 1,સિદ્ધપુર1પોઝિટિવ કેસ આવ્યો : 7 દર્દીઓ સાજા થતા રજા અપાઈ..

પાટણ તા. 13
પાટણ જિલ્લામાં છેલ્લા એક માસ થી કોરોનાનાં કેસો પ્રકાશમાં આવી રહ્યા છે.અને દિવસે દિવસે કોરોના ના કેસ માં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુરુવારે એક સાથે કોરોનાના 20 કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પાટણ 11 ચાણસ્મા 5 સરસ્વતી 2, ચાણસ્મા 1 સિદ્ધપુર 1 એમ કુલ 20 કોરોના કેસ નોંધાયો છે. જિલ્લામાં કુલ 55 એક્ટિવ કેસ છે.જિલ્લામાં કુલ 98 કેસ અત્યાર સુધી નોંધાયા છે.

પાટણ જિલ્લામાં કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે આજે કોરોના ના 20 કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેર ની કૃષ્ણમ સોસાયટી 39 વર્ષ પુરુષ,ખોખરવાડો 30વર્ષ પુરુષ,નૂતન સોસાયટી41 વર્ષ ની મહિલા,ધારપુર માં 21 વર્ષના યુવતી, સંડેર 68 વર્ષ મહિલા અને 42 પુરુષ ,58 પુરુષ ,જયારે બાલીસણા ગામે 70વર્ષ મહિલા ,20વર્ષ ની યુવતી અને 62વર્ષ ના પુરુષ સમોડા માં 54 વર્ષના પુરુષ, ચાણસ્મા શહેર ના ગોગવાસ માં 50 વર્ષ ની મહિલા,ઇન્દિરા નગર માં 18 વર્ષ ની મહિલા, ખારીઘારીયાલ 60 મહિલા,રૂપપુર માં 35 વર્ષ ના પુરુષ,ખોરસમ 60વર્ષ ની મહિલા, વદાણી 50વર્ષ ની મહિલા ,પાલડી 19વર્ષ ના યુવાન હારીજ શહેર માં ભઠ્ઠા ઉપર 60વર્ષ ના પુરુષ અને ડીડરોળ માં 19વર્ષ પુરુષનો ખાંસી અને તાવ જેવી બીમારીથી સંક્રમિત થતા કોરોના શંકાસ્પદ લાગતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.જેનો ગુરુવારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ કેસ જાહેર કરવામાં આવતા કોરોના ના 20 કેસ સામે આવ્યા હતા.

જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં તાવ શરદી સહિતના કોરોનાના લક્ષણો વાળા બીમાર દર્દીઓના વિવિધ સેન્ટરો ઉપર RTPCR 501અને એન્ટીજન 301 મળી કુલ 802 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 10 પુરુષ અને 10 સ્ત્રી રિપોર્ટ પોઝિટિવ આવ્યો આમ જિલ્લા અત્યારે 55 કેસ એક્ટિવ છે જિલ્લામાં અત્યાર સુધી 98 કેસ નોંધાયા છે. જેમાં ગુરૂવારે 7 લોકો સ્વસ્થ બનતા રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા ના ફિચાલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

ચાણસ્મા ના ફિચાલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ~ #369News

યુનિવર્સિટી સંલગ્ન બીએડ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટેનો મોક રાઉન્ડ વેબસાઈટ પર મુકવામાં આવ્યો..

પાટણ તા. ૨૦હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન બી....

પાટણ શહેર ભાજપ પ્રમુખે પોતા ના જન્મદિન પ્રસંગે હનુમાન ચાલીસા ના પાઠ નું પઠન કરાવ્યું..

પાટણ શહેર ભાજપ પ્રમુખે પોતા ના જન્મદિન પ્રસંગે હનુમાન ચાલીસા ના પાઠ નું પઠન કરાવ્યું.. ~ #369News