google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના અધાર ગામે ભક્તિ સંગીતના સુરો વચ્ચે શ્રી કુંવારીકા માતાજીની રથયાત્રા નીકળી..

Date:

માતાજી ના દર્શને હજારો ભક્તોની મેદની ઉમટી..

માનતા રાખેલ મહિ‌લાઓએ ગામના ગોદરેથી બે હાથ રૂમાલથી બાંધી તેમાં શ્રીફળ મૂકીને કુંવારિકા માતાજીના મંદિરે પહોંચી બાધા પુણૅ કરી…

પાટણ તા. 20
પાટણના સરસ્વતી તાલુકા ના અઘાર ગામે શ્રીકુંવારિકા માતાજીનો પરંપરાગત લોકમેળા સોમવારે યોજાયો હતો જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ ઉંમટી માતાજી ના દર્શન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.અઘાર ગામમાં સોમવારે કુંવારિકા મૈયાના લોકોત્સવની રંગત જામી હતી. ગામના પટેલ મહોલ્લામાંથી સવારે વેલડા જોડી કુંવારિકા માતાજીની વાજતે ગાજતે રથયાત્રા કાઢવામાં આવી હતી. મંદિરમાં આરતી ઉતારીને મૈયાની મૂર્તિ‌ને રથમાં બિરાજમાન કરાઇ હતી જ્યાં હજારોની જનમેદનીએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો.


આ પ્રસંગે અમદાવાદ, સુરત, મુંબઇ તેમજ પાટણ અને આજુબાજુના શ્રદ્ધાળુઓએ કુંવારિકા માતાજીના દર્શનાર્થે અને રથયાત્રા નિહાળવા ઉમટયા હતા.પ્રાચીન મંદિરથી નીકળેલ રથયાત્રામાં દર્શનાર્થીઓએ અબીલ ગુલાલ, ચોખા અને ફુલોની વર્ષા કરી માતાજીના વધામણા કર્યા હતા. ગામમાં રથયાત્રા બે કલાક ફરી તળાવ કિનારે આવેલ પાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી જ્યાં કુંવારિકા મૈયા રાતવાસો કરશે અને મંગળવારે માતાજીનું પુન: નિજ મંદિરે સ્થાપન કરવામાં આવશે.


પુત્ર જન્મની બાધા આખડીમાં માનતા પૂરી કરવા મહિ‌લાઓ ગામના ગોદરેથી બે હાથ રૂમાલથી બાંધી તેમાં શ્રીફળ મૂકીને કુંવારિકા માતાજીના મંદિરે પહોંચી હતી. જ્યાં માતાજીને શિશ નમાવીને શ્રીફળ વધેરી શ્રદ્ધાપૂર્વક બાધા પૂર્ણ કરી હતી. કેટલીક મહિ‌લાઓ માથે સળગતી સગડી મૂકીને માતાજીના મંદિરે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.મેળામાં અવનવી ચગડોળ, ચકરડી, રાઇડ્સ, ગોઠવાતા બાળકોએ મઝા માણી હતી. ખાણી-પીણીના સ્ટોલ ધમધમ્યા હતા. મોતના કૂવા આસપાસ સ્ટન્ટ નિહાળવા શોખીનો ઉમટયા હતા. અત્રે માર્ગમાં દર્શનાર્થીઓ માટે ઠેર ઠેર પાણીના સ્ટોલ કરાયા હતા. તાલુકા પોલીસ દ્વારા બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

રોજગાર લક્ષી સ્કિલ મેળવવા માટેનું ઉત્તમ સ્થળ એટલે ITI…

રાજપુર આઈટીઆઈ મા ચાલતા અનેકવિધ ટ્રેડની મુલાકાત લેતા કેબિનેટમંત્રી...

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પવૅ નિમિત્તે ધ્વજ વંદન કરાયું..

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પવૅ નિમિત્તે ધ્વજ વંદન કરાયું.. ~ #369News

ગણતરીના કલાકોમાં ચોરીનાં બાઈક સાથે આરોપીને સિધ્ધપુર પોલીસે ઝડપી લીધો…

પાટણ તા. ૨૦સિધ્ધપુર પોલીસ મથકે નોંધાયેલ બાઈક ચોરીના અનડીટેક્ટ...

પાટણ ખાતે દેવીપુજક સમાજના ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી માર્ગદર્શન સેમીનાર યોજાયો..

પાટણ ખાતે દેવીપુજક સમાજના ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી માર્ગદર્શન સેમીનાર યોજાયો.. ~ #369News