google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના રેડક્રોસ ભવન ખાતે અર્બન આરોગ્ય કેન્દ્રનો પાલિકા પ્રમુખના વરદ હસ્તે શુભારંભ કરાયો..

Date:

રકતદાન કેમ્પ સાથે અંગદાન અંગે શપથ ગ્રહણ કરાયા…

પાટણ તા. 22 પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલ રેડ ક્રોસ ભવન ખાતે પાલિકા પ્રમુખના રસ્તે અર્બન આરોગ્ય કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત બ્લડ ડોનરોએ અંગદાન ના શપથ ગ્રહણ કર્યા હતા. અર્બન આરોગ્ય કેન્દ્રના શુભારંભ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેલા પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારે પોતાના ઉદબોધન મા જણાવ્યું હતું કે શહેરી નાગરીકો માટે શહેરમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે

ત્યારે શહેરના હાઇવે નજીક રેડક્રોસ ભવન ખાતે અર્બન આરોગ્ય કેન્દ્રની સેવાઓ કાર્યરત કરવામાં આવી છે.જેના કારણે આ વિસ્તાર ના લોકો ને આરોગ્યની સેવા ઘર આંગણે મળી રહેશે. પાટણ શહેરના પદ્મનાભ ચોકડીની નજીકમાં આવેલ નવિન રેડક્રોસ ભવન ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-3ને નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી હિરલબેન એ. પરમારના વરદહસ્તે ખુલ્લું મૂકવાના આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટરો તેમજ સીડીએચઓ, એડીએચઓ,સેક્રેટરી સહિત આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સમી તાલુકાના ઝીલવાણા માગૅ પર બે કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટુડાવના દંપતિ નું મોત.

Ertiga કારના ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા..પાટણ તા....

સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીને શૈક્ષણિક કીટ અર્પણ કરતાં સમાજના દાતા…

પાટણ તા. 28ગોપાલક સંકુલ માતરવાડી મા રહીને અભ્યાસ કરતા...

પાટણ શહેરમાં આગામી તા. ૧૦ મી ફેબ્રુઆરી ના રોજ ૫૦૦૦ લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસો ના મકાન સુપ્રત કરાશે..

રાજયકક્ષાનો કાર્યક્રમ ડીસા ખાતે મુખ્યમંત્રી ની પ્રેરક ઉપસ્થિતિ અને...