fbpx

રાધનપુર નગરપાલિકા દ્વારા માર્ચ એન્ડિંગને લઈને વેરા વસુલાત ઝુંબેશ તેજ બનાવાય..

Date:

બાકી વેરા મિલકત ઘારકોમાં પાલિકાની વસુલાત ઝુંબેશને લઈને ફફડાટ વ્યાપ્યો..

પાટણ તા. 21
માર્ચ એન્ડિંગને લઈને રાધનપુર નગરપાલિકા દ્વારા બાકી વેરા મિલકત ધારકો પાસેથી બાકી વેરા વસુલાત ની ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરતા બાકી વેરા મિલકત ઘારકોમાં સનસનાટી મચી જવા પામી છે.
તો બાકી વેરા મિલકત ધારકો પણ પોતાના કનેક્શન કપાય તે પહેલા મિલકત વેરા ની રકમ ભરપાઈ કરવા પાલિકા ખાતે દોડી રહ્યા છે. રાધનપુર નગરપાલિકા દ્વારા માર્ચ મહિના ને હિસાબી મહિના તરીકે ધ્યાનમાં રાખીને શહેરમાં બાકી વેરા મિલકત ધારકોના વેરાની ઉઘરાણી કડક બનાવવામાં આવી છે.


રાધનપુર નગરપાલિકા ની ચાલુ વેરાની લેણી રકમ રૂપિયા 5.31 કરોડ, પાછલી બાકી વેરાની લેણી રકમ રૂપિયા 4.48 કરોડ તેમજ વસૂલાત કરાયેલ વેરાની રકમ રૂપિયા 1.28 કરોડની થઈ હોવાનું નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. રાધનપુર નગરપાલિકા દ્વારા બાકી વેરા મિલકત ધારકોની વેરા વસુલાતની ઝુંબેશ ને લઈને બાકી વેરા મિલકત ઘારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને બાકી વેરા મિલકત ધારકો પણ પોતાના વેરા ભરપાઈ કરવા માટે નગરપાલિકા ખાતે પહોંચી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો ભક્તિ સભર માહોલમાં પ્રારંભ..

આપણ ને ન ગમે તેવો વ્યવહાર બીજા સાથે નકરવો...

શંખેશ્વર ના પાડલા ગામે જૂની અદાવતમાં બે સગા ભાઈઓએ એક ઈસમનું ઢીમ ઢાળી દીધું..

મૃતક ના ભાઈ ની ફરિયાદના આધારે શંખેશ્વર પોલીસે તપાસના...

પાટણમાં ભોલેનાથ સોસાયટીમાં રહેતા પરિવારની મનોકામના સિદ્ધ થતા જહુ માતાના ગરબા યોજાયા..

પાટણમાં ભોલેનાથ સોસાયટીમાં રહેતા પરિવારની મનોકામના સિદ્ધ થતા જહુ માતાના ગરબા યોજાયા.. ~ #369News