જુનાગંજ થી નિલમ સિનેમા સાગોટાની શેરી સુધી ના માગૅનુ ઝડપી કામ પૂર્ણ કરવા રજૂઆત કરાઈ. .
પાટણ તા. 21
આગામી તા.૨૪-માર્ચ-
૨૦૨૩ ના રોજ થી મુસ્લીમ સમાજનો પવિત્ર રમઝાન માસ શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે આ મહીનામાં મુસ્લીમ સમાજના બંધુઓ ઉપવાસ કરી ખુદાની બંદગી કરતા હોય છે. ત્યારે ઉપવાસ માટે શહેરી (ઉપવાસ શરૂ કરવાનો સવારે જમવાનો સમય) માટે ઉઠતા હોય છે. ત્યારે પાલિકા દ્વારા શહેરી સમયે વહેલી સવારે પુરતા પ્રમાણમાં રમઝાન માસ દરમ્યાન પાણી આપવામાં આવે સાથે સાથે મસ્જીદોમાં પણ વિનામુલ્યે પાણીના ટેન્કરથી પાણી ફાળવી સમઝાન માસ દરમ્યાન પાણી માટેની અગવડ અને મુશ્કેલી ઉભી ન થાય તેવી વ્યવસ્થા કરવા મુસ્લિમ સમાજ દ્વારા પાલિકા પ્રમુખ ને લેખિત મા રજુઆત કરવામાં આવી હતી.સાથે સાથે સાગોટાની શેરી થી લઇ જુનાગંજ સુધી રોડ બનાવવા હેતુ જે કામગીરી અધુરી રહેવા પામી છે તે પણ ઝડપથી પુર્ણ કરી તાત્કાલીક ડામર રોડ બનાવવાનું જણાવી પવિત્ર રમઝાન માસમાં વહેલી સવારથી લોકો મસ્જીદમાં બંદગી કરવા જતા હોય છે સાથે સાથે હિન્દુ સમાજના ‘ચૈત્ર” મહિનાનો પણ પ્રારંભ થતો હોઇ ચૈત્રી નવરાત્રી દરમ્યાન સર્વે સમાજના લોકો પોતાના તહેવાર ઉત્સવ સરળતાથી ઉજવી શકે તે હેતને ધ્યાને લઇ કોઇ અકસ્માત ન બને તેવી વ્યવસ્થા કરી રોડ બનાવી આપવા રજુઆત સાથે માંગણી કરવામાં આવી હોય જે બાબતે પાલિકા પ્રમુખ દ્વારા યોગ્ય કરવા ખાતરી આપી હતી.