fbpx

સિધ્ધપુર ખાતે યોજાયેલી જનસભામાં કોંગ્રેસના રાહુલ બાબાને આડે હાથ લેતા ગૃહ મંત્રી અમિત શાહ…

Date:

ઉનાળામાં વિદેશ ગયેલા ક્રોગેસના રાહુલ બાબા ભારત દેશને બદનામ કરવાની વાતો કરી રહ્યા છે રાજનીતિ કરવી હોય તો દેશમાં આવી કરો : અમિત શાહ..

સિધ્ધપુર ખાતે પાટણ લોકસભા મતવિસ્તારની જન સંપર્ક અભિયાન અંતર્ગત જાહેર સભા યોજાઈ..

પાટણ તા.10
ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્રારા પાટણ લોકસભા વિસ્તારની સિદ્ધપુર ખાતે જન સંપર્ક અભિયાન અંતર્ગત જાહેરસભા શનિવારે ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના રાજકીય આગેવાનો ની ઉપસ્થિત મા યોજવામાં આવી હતી.

સિધ્ધપુર ખાતે આયોજિત જાહેર જંગી જનસભા ને સંબોધતાં ગૃહમંત્રી અમિત શાહે ભાજપના શાસનના નવ વર્ષની સિદ્ધિઓને વ્યક્ત કરવાની સાથે કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર સાથે કોગ્રેસના દસ વર્ષના શાસનને ભ્રષ્ટાચારના વર્ષ ગણાવી દેશમાં થતા હુમલાઓની ટીકા કરી નરેન્દ્ર મોદી ના વડપણ હેઠળ ભાજપ ના શાસનમાં દેશની સેના અને સીમા ને કોઈ છંછેડવાની હિંમત કરતું નથી તેમ જણાવી રામ મંદિર ઉપર સવાલ ઉઠાવનાર લોકોને હવે 2024 માં રામમંદિર ના દર્શન માટે ટિકિટની તૈયારી કરી લેવા કટાક્ષ કર્યો હતો.તેઓએ વિદેશ મા ઉનાળા માં ફરવા ગયેલા કોગ્રેસ ના રાહુલ બાબા વિદેશમાં જઈને ભારતને બદનામ કરવાનું કામ કરતા હોવાનું જણાવી રાહુલ બાબા ની દેશને બદનામ કરવાની બાબતને શખત શબ્દોમાં વખોડી કાઠી હતી.

ગૃહમંત્રી અમિત શાહે પોતાના ઉદબોધન પૂર્વેભારત માતા કી જય ના નારા બોલાવી સિધ્ધપુર ની પવિત્ર ધરતી પર રુદ્ર મહાલય માં બેઠેલા ભગવાન રુદ્ર શિવને શ્રદ્ધાપૂર્વક નમન કરી પોતાનું ઉદબોધન શરૂ કર્યું હતું. તેઓએ પાટણની ઐતિહાસિક રાણકી વાવને ₹100 ની નોટ પર અંકિત કરી પાટણ ની વાવ ને દુનિયા અને દેશમાં પહોંચાડવા નું કામ નરેન્દ્ર મોદી એ પોતાના નવ વષૅ ના સુશાસન મા કર્યું છે.

ભારતીય જનતા પાર્ટી એ 9 વર્ષના મોદીજી ના શાસનના સમાપ્તિના અવસર પર સમગ્ર દેશ જનતાના ધન્યવાદ કરવા માટે આ લોક સંપર્કનો કાર્યક્રમ બનાવ્યો છે આજે સૌથી પહેલા ગુજરાતીઓનો હૃદય પૂર્વક ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી તરફથી કરું છું અને 2015 અને 2019 મા બે વાર પૂર્ણ બહુમત ની સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્યા અને સમગ્ર વિશ્વ ની અંદર ભારતના ઝંડાને ઉંચો કરવા નું કામ આપણા જ ગુજરાત ના જ પનોતા પુત્ર નરેન્દ્ર મોદી કર્યું છે 9 વર્ષની અંદર દેશની અંદર જે પરિવર્તન આવ્યું છે

એની જવાબદારી કોંગ્રેસના ખાતામાં ન આવે એ જ બતાવે છે કે મોદીની લોક પ્રિયતા ભારતીય જનતા પાર્ટીની લોક પ્રિયતા, કમળ નિશાનની લોક પ્રિયતા ગુજરાતની જનતામાં કેટલી છે અને ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌથી મોટી લીડ સાથે ફરીવાર ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટીનું શાસન લેવું એ ગુજરાતની જનતા પ્રત્યે ભારતીય જનતા પાર્ટીના પ્રેમની નિશાની છે.

ત્યારે ફરી એકવાર સમગ્ર ગુજરાતની જનતાને બે હાથ જોડીને પ્રણામ અને ધન્યવાદ કયૉ હતા.સિદ્ધપુર ખાતે ગૃહ મંત્રી અમિત શાહ ની અધ્યક્ષતામાં આયોજિત જન સંપર્ક અભિયાન જાહેર સભા માં ઉપસ્થિત રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સભાની શરૂઆતમા સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપના નવ વર્ષના શાસનમાં નવા નીતિ નિયમો વિકાસના કામો કર્યા છે.જેને લઇ સતત બે વખત લોકસભાની ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકો ગુજરાતે ભાજપને આપી છે. જે દર્શાવે છે કે લોકોનો પ્રેમ કેટલો છે.આ લોકસભામાં પણ પાંચ લાખથી વધુ મતો સાથે દરેક લોકસભાની બેઠક જીતવા સંકલ્પ કરી દેશની પ્રગતિમાં ગુજરાતની પ્રગતિમાં સહભાગી થવા અપીલ કરી હતી.

અમિત શાહે નરેન્દ્ર મોદી દ્વારા કરેલા વિકાસના કામ અને 370 કલમ દુર કરવાં સહિતના કામોને યાદ કરાવ્યા હતા. સાથે કોંગ્રેસના દસ વર્ષના શાસનમાં 12 લાખ કરોડના ગોટાળા થયા છે. જી ટુ જી, કોમનવેલ્થ જેવા અનેક કૌભાંડ થયા હોવાનું જણાવ્યું હતું.

તેમના દસ વર્ષનું શાસન ભ્રષ્ટાચારનુ રહ્યું છે. જ્યારે નરેન્દ્ર મોદીનું શાસનમાં આર્થિક, સામાજિક અને વિકાસની ગતિને આગળ વધારી દેશને વિકાસશીલ તરફ લઈ જવામાં આવ્યો છે. જે લોકો કહેતા હતા કે રામ મંદિર બનાયેંગે લેકિન તારીખ નહીં બતાયેંગે તે રાહુલ બાબાને હું કહેવા માગું છું કે 2024 માં જો શ્રદ્ધા હોય તો દર્શન કરવા માટે ટિકિટ તૈયાર કરી રાખજો.

પાકિસ્તાનના આલિયા માલીયા જમાલિયા સીમા અંદર ઘુશી જતા હતા અને આતંકી ઓ હુમલા થતા હતા. છતાં મન મોહન મોહન બાબા એક અક્ષર પણ બોલતા ન હતા. આજે નરેન્દ્ર મોદીના શાસનમાં કોઈ આતંકી હુમલા થાય તો તેની સામે જવાબ આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું.

સિદ્ધપુર ખાતે આયોજિત જાહેર સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત ગૃહ મંત્રી અમિત શાહ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અને સિદ્ધપુર નગરજનો ને સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે શાબ્દિક સ્વાગત સાથે આવકાર્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ગજાનંદ સોસાયટી ના રહીશો દ્વારા નિવૃત આર્મી જવાન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…

પાટણ તા. ૧મૂળ રાજસ્થાનમાં અને ભારતીય સેનામાં છેલ્લા 28...

પાટણના જગન્નાથ મંદિર પરિસર ખાતે શ્રી એકલિંગજી દાદા નો પાટોત્સવ પર્વ ઉજવાયો..

પાટણના જગન્નાથ મંદિર પરિસર ખાતે શ્રી એકલિંગજી દાદા નો પાટોત્સવ પર્વ ઉજવાયો.. ~ #369News