fbpx

ભકિત સંગીત ના સૂરો વચ્ચે ભગવાન જગન્નાથના મામેરા ની યજમાન પરિવાર ના નિવાસસ્થાને થી શોભા યાત્રા નિકળી.

Date:

પાટણ તા. 6
ભગવાન જગન્નાથની 142 મી રથયાત્રા પ્રસંગે શનિવારે સાંજે પાટણ શહેરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરુ યજમાન પરિવારના નિવાસ્થાનેથી ભરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શહેરમાં ભગવાનના મામેરાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના બડવાવાડા થી નીકળી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી જગદીશ મંદિર ખાતે પહોચી હતી જ્યાં મામેરાનું ટ્રસ્ટ્રી દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ .

પાટણ માં અષાઢી બીજના રોજ શહેરમાં ભગવાન જગન્નાથ ની 142 મી રથયાત્રા નીકળવાની છે ત્યારે રથયાત્રાના એક દિવસ પૂર્વે પાટણ શહેરના બગવાડા ખાતે થી ભગવાન જગન્નાથ ના મામેરા ના યજમાન અતુલકુમાર શિવશંકર નાયકના નિવાસ સ્થાને પૂજન અર્ચન અને આરતી બાદ ભગવાન જગન્નાથ નું ભક્તિ સંગીતના સૂરો અને પુષ્પવર્ષા સાથે ભવ્ય મામેરુ નીકળ્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથની મામેરાની શોભાયાત્રા બડવાવાડા થી બેન્ડ ના શું મધુર ગીતો સાથે નીકળેલી ચતુર્ભૂજ બગીચો.જુનાગજ, હિંગળાચાચર થી ઘીવટા નાકા બહુચરાજી મંદિરથી
રોકડીયા ગેટ થઈ જગદીશ મંદિર ખાતે આવી પહોંચતા મંદિરના ટ્રસ્ટીઓ અને રથયાત્રા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર ના મામેરા નું ભવ્ય સામૈયુ કરાયુ હતું.

મામેરાના યજમાન અતુલકુમાર શિવશંકર નાયક પરિવાર દ્વારા ભગવાન જગન્નાથને મામેરામાં વિવિધ પ્રકારના વસ્ત્રો સુંગાર માટે સોના-ચાંદીના શેટ સપ્રે, આભૂષણો તેમજ ચાંદી ની લગડી સાથે રૂ. 1.82.111 ની રોકડ ભેટ આપવામાં આવી હતી .

અતુલભાઈ નાયક અને તેમનો પરિવાર ભગવાનનું મામેરું ભરી ધન્ય બન્યો હતો. શહેરમાં ભગવાન ના મામેરા પ્રસંગે નીકળેલી શોભાયાત્રા માં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત રાજકીય- સામાજિક આગેવાનો અને બડવાવાડા ના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

શંખેશ્વર ના પંચાસર માથી જુગારધામ ઝડપી લેતી શંખેશ્વર પોલીસ..

શંખેશ્વર ના પંચાસર માથી જુગારધામ ઝડપી લેતી શંખેશ્વર પોલીસ.. ~ #369News

સૂર્યનારાયણ ની ગરમી એ પાટણ નગર પાલિકા દ્વારા બનાવાયેલા રોડના કામના ભ્રષ્ટાચારની પોલ ખોલી…

શહેરના હિંગળાચાચરથી બગવાડા દરવાજા સુધી નવીન બનાવેલ રોડમાં ભ્રષ્ટાચાર...

પાટણ જિલ્લા સહકારી સંઘની 26 મી જનરલ સભા યોજાઇ…

સંઘના પાટણ જિલ્લાના અધ્યક્ષ ના વિદેશ ગમનની શુભેચ્છાઓ પાઠવવામાં...

ભાજપના મહિલા અગ્રણી ડો.રાજુલ દેસાઈ દ્રારા પાટણ ના વિકાસ ને વેગવાન બનાવવાની નેમ..

ભાજપના મહિલા અગ્રણી ડો.રાજુલ દેસાઈ દ્રારા પાટણ ના વિકાસ ને વેગવાન બનાવવાની નેમ.. ~ #369News