પાટણ તા. 27 “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લામાં “માટીને નમન,વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિના અનોખા પર્વમાં લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે અડિયા પંચાયતમાં માટીને નમન,વીરોને વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિલાફલકમ સ્થાપિત કરી પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈ જનતા માટે સેલ્ફીનું સ્થળ પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અડિયા ગામના પ્રત્યેક ઘરેથી માટી- ચોખા લાવી વીરો કા વંદન અંતર્ગત પોલીસ જવાનો, શહીદો, તેઓના પરિજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં દેશભક્તિના ગરબા ગાઇને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મનરેગા એપીઓ આર.કે.દેસાઈ, ડેલીકેટ હેતલબેન ઠાકોર,તલાટી, રણજીતજી ઠાકોર, ગામના અગ્રણી જયંતીભાઈ વાઘેલા, મુકેશભાઈ પટેલ , સ્કુલના આચાર્ય,શિક્ષકો તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી