google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના હિંગળાચાચર ચોકમાં કોંગ્રેસ – NSUI દ્વારા વડાપ્રધાન ના પૂતળા દહન કાર્યક્રમ માત્ર આઠ લોકો ઉપસ્થિત રહ્યા..

Date:

ભાજપના ઈશારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ખોટા કેસોમાં ફસાવી દોષિત જાહેર કરવા બદલ કોંગ્રેસ અને NSUI દ્વારા કાર્યક્રમ અપાયો..

કોંગ્રેસ -NSUI ના કાર્યક્રમ માં ફક્ત 8 લોકોનીહાજરી એ કોંગ્રેસની અંદરોઅંદર ની હુંસા તુસી ને છતી કરી.

પાટણ તા. 23
કોંગ્રેસના રાષ્ટ્રીય યુવા નેતા રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પાર્ટીના ઈશારે ખોટા કેસો કરીને સુરત ખાતે દોષિત ઠેરવવામાં આવતા પાટણ શહેર કોંગ્રેસ સમિતિ અને એન.એસ.યુ.આઈ દ્વારા ભાજપ સરકારના વિરોધ
માં વિરોધ પ્રદર્શન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળા દહન નો કાર્યક્રમ ગુરુવારે બપોરે શહેરના હિંગળાચાચર ચોકમાં આયોજિત કરવામાં આવ્યો હતો. શહેરના હિંગળા ચાચર ચોકમાં આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં ફક્ત આઠ જેટલા જ કોંગ્રેસના આગેવાનો અને એન.એસ.યુ.આઈ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેતા પાટણના નગરજનો સહિત રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની હતી. તો પાટણ શહેર કોંગ્રેસની કમનસીબી ગણો કે કાર્યકર્તાઓની અંદરો અંદરની હુંસાતુસી કે આ કાર્યક્રમમાં ફક્ત આઠ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને એન એસ યુ આઈ ના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળાનું દહન કરી સંતોષ વ્યક્ત કરવો પડ્યો હતો. કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમની નામોશી પાછળ કોંગ્રેસ ની અંદરનો અંદરની ખેંચતાણ સ્પષ્ટ હોય તેવો ગણગણાટ શહેરીજનોમાં તેમજ રાજકીય પાર્ટીઓમાં સાંભળવા મળ્યો હતો. પાટણ શહેર ના હિંગળા ચાચર ચોક ખાતે ભાજપ સરકારના વિરોધમાં વિરોધ પ્રદર્શન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળા દહન કાર્યક્રમમાં પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત ભાટિયા,એન એસ યુ આઈ ના પ્રમુખ દાદુજી ઠાકોર સહિત ફક્ત છ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

રોટરી ક્લબ ઓફ પાટણ ના વર્ષ 2024-25 ના પ્રમુખ અને મંત્રી નો પદ ગ્રહણ સમારોહ યોજાયો.

પ્રમુખ પદે ભગવાનભાઈ પટેલ અને મંત્રી પદે નીરવ પટેલની...