fbpx

રોટરી ક્લબ ઓફ પાટણ ના વર્ષ 2024-25 ના પ્રમુખ અને મંત્રી નો પદ ગ્રહણ સમારોહ યોજાયો.

Date:

પાટણ તા. 21
અનેકવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિ કરતી રોટરી ક્લબ ઓફ પાટણ સંસ્થાના વર્ષ 2024 25 ના પ્રમુખ મંત્રી સહિતના સભ્યોની પદગ્રહણ વિધિ સમારોહ રવિવારના રોજ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ ગવૅનર નૈમિષ રવાની ના અધ્યક્ષ પદે આયોજિત કરવામાં આવ્યો હતો.

રોટરી ક્લબ ઓફ પાટણના વર્ષ 2024 25 ના પ્રમુખ પદે ભગવાનભાઈ પટેલ અને સેક્રેટરી પ્રદેશ નીરવ પટેલને વીધીવત રીતે પદ ગ્રહણ વિધિ રોટરી પીન પહેરાવી કરવામાં આવતાં તેઓની નિયુકતીને ઉપસ્થિત સૌએ તાળીઓનો ગડગડાટ થી વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

રોટરી ક્લબ પાટણ ના વર્ષ 2024 25 ના પ્રમુખ મંત્રી ના પદગ્રહણ સમારોહ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કે સી પટેલ રોટરી આસિસ્ટન્ટ ગવર્નર હિતેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી નવા વર્ષમાં સમાજ સેવાની સાથે સાથે સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરી રોટરી કલબ પાટણ નામના પ્રાપ્ત કરે તેવી અભિલાષા વ્યકત કરી હતી.

તો ગત વર્ષના પ્રમુખ, મંત્રી તરીકે અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો કરનાર પ્રમુખ ઝુજાર સિહ સોઢા અને મંત્રી વિનોદભાઈ સુથારને પણ મહાનુભાવો એ અભિનંદન પાઠવ્યા હતા. રોટરી ક્લબ ઓફ પાટણના વર્ષ 2024 25 ના પ્રમુખ-મંત્રીના પદ ગ્રહણ સમારોહ પ્રસંગે મોટી સંખ્યામાં રોટરી પરિવારના સભ્યો,પાટણના પ્રબુદ્ધ નગરજનો તેમજ નવ નિયુક્ત પ્રમુખ-મંત્રીના પરિવારજનો સાથે પૂર્વ પ્રમુખ,મંત્રીના પરિવારજનો સહિત સગા-સંબંધી અને સ્નેહી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

ભગવાન શ્રી પદ્મનાભ સન્મુખ શનિવારે સાંજે ભવ્ય અન્નકૂટ મહોત્સવ નું આયોજન કરાયું…

પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ સહિત પાટણ ના ધર્મપ્રેમી નગરજનોને...

પાટણમાં જગન્નાથ ભગવાન નું યજમાન પરિવાર દ્રારા ભવ્યાતિભવ્ય મામેરૂ ભરાશે..

પાટણમાં જગન્નાથ ભગવાન નું યજમાન પરિવાર દ્રારા ભવ્યાતિભવ્ય મામેરૂ ભરાશે.. ~ #369News #JAGANNATH

પાટણ જિલ્લાની 95 ગ્રાન્ટેડ શાળાઓમાં નવા સત્રથી ટેકનોલોજી ના માધ્યમથી શિક્ષણ અપાશે..

જિલ્લામાં 90 વિદ્યાર્થીઓથી વધુ સંખ્યા ધરાવતી શાળાઓમાં 15 કોમ્પ્યુટર...