fbpx

પાયરો વાયરસથી સંક્રમિત બનેલા ગલુડિયાઓને તેમજ કુતરાઓને સ્વસ્થ બનાવવા પાટણ જીવદયા પરિવારની અનોખી પહેલ.

Date:

શહેરના અંબાજી નળિયા વિસ્તારમાં તારીખ 20 માર્ચથી તારીખ 27 માર્ચ સાપ્તાહિકી નિશુલ્ક સારવાર કેમ્પનું આયોજન કરાયું..

કેમ્પમાં કુલ 190 ગલુડિયા અને કુતરાઓને સારવાર અપાય તો અન્ય વિસ્તારો માં ફરીને 320 જેટલા અબોલ જીવોને સારવાર આપવામાં આવી..

પાટણ તા. 23
શિયાળામાં શ્વાન પોતાના બચ્ચાને જન્મ આપતા હોય છે અને આ બચ્ચાઓ જો “ હોળી સુધી જીવ્યા તો જીવી ગયા “ તેવી માન્યતાં છે . કારણકે આ સમયગાળા માં ઠંડીને કારણે ગલુડીયામાં પારવો વાઈરસ ફેલાય છે તથા અકસ્માત માં કે અન્ય કારણથી ઘણા ગલુડીયા મૃત્યુ પામતાં હોય છે . ત્યારે આવા પારવો વાઈરસમાં ગલુડીયાને ઝાડા ઉલ્ટીમાં લોહી પડવુ , તેમજ ખાવા-પીવાનુ બંધ કરી એક જગ્યાએ બેસી રહેવુ તેવા લક્ષણ હોય છે . અને આ વાઈરસ જો એક બચ્ચાને થાય તો સાથે રહેલા બધા બચ્ચામા આ વાયરસ પ્રસરે છે.


પરંતુ આવા વાઈરસથી ગલુડીયાઓને બચાવવાં માટે પાટણ ના જીવદયા પ્રેમીઓ નિસ્વાર્થ સેવા આપતા હોય છે .ત્યારે પાટણ જીવદયાપરીવાર દ્વારા પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમાં ગલુડિયા તેમજ કુતરાઓને સારવાર માટેનો સાપ્તાહિકી નિ:શુલ્ક સારવાર કેમ્પનુ આયોજન કર્યુ હતુ.


જે તા.20 માચૅ થી 27 માર્ચ સુધી કાર્યરત રહશે. આ કેમ્પમાં કુતરાઓને તેમજ ગલૂડિયાઓને વિસ્તારમાંથી શોધી શોધીને કેમ્પ સુધી પહોંચાડવામાં જીવદયા પ્રેમીઓ તેમજ અંબાજી નેળીયાનાં સેવાભાવી યુવાનો સહયોગી બની રહ્યા છે . આ નિશુલ્ક કેમ્પમાં એક ગલુડીયાને ઓછામાં ઓછા 3 દીવસ સારવાર આપવામાં આવતા તે સ્વસ્થતા પ્રાપ્ત કરે છે અત્યાર સુધીમાં આ નિશુલ્ક કેમ્પમાં કુલ 190 કરતા પણ વધારે ગલુડીયાઓને તેમજ કુતરાઓને સારવાર આપી સ્વસ્થતા બક્ષવામાં આવી હોવાનું આ કેમ્પમાં સેવા આપી રહેલા જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું. આમ તો પાટણ શહેરમાં જીવદયા પરીવારનાં સભ્યો અવાર નવાર વિવિધ સોસાયટીમાં જઈને ગલોડીયા અને કુતરાઓ સહિત અન્ય અબોલ જીવોને સારવાર કરતા હોય છે.

પરંતુ આ સમયગાળા દરમિયાન આવા વાયરસના વધારે કેશો ધ્યાને આવતા હોવાના કારણે તેને પુરે પુરી રીતે પહોંચી વળવા ખૂબ જ મુશ્કેલ હોય જેને ધ્યાનમાં રાખીને આ સાપ્તાહિકી કેમ્પનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું હોવાનું અને જેમાં પહેલી દીવસથી જ દરરોજનાં 11 થી વધુ ગલુડીયા કોની સાથે સાથે જ કુતરાઓની સારવાર કરવામાં આવી રહી છે. આ વાઈરસ એટલો ગંભીર છે કે ગલુડીયાને સમયસર ની સારવાર ન આપીએ તો તે મૃત્યુ પામી શકે છે.


જીવ દયા પરિવારના સેવાભાઈ સભ્યો આ નિશુલ્ક કેમ્પની સાથે સાથે અન્ય સોસાયટીઓમાં ફરી ફરી ગલુડીયાઓને સારવાર આપી રહ્યા છે અત્યાર સુધીમાં જીવદયા પરિવારના સેવાભાવી યુવાનો દ્વારા અત્યાર સુધીમાં આશરે 320 થી વધુ ગલુડીયાઓને 3 થી 5 દિવસ સુધી સારવાર આપ્યા બાદ સ્વસ્થ કરવામાં આવ્યા છે આ ઉમદા સેવાકાર્ય માં પાટણ જીવદયા પરીવારને વિવીધ જીવદયા પ્રેમીઓએ પોતાનો સહયોગ આપી મદદ કરતા પાટણ જીવદયા પરીવારે સર્વે જીવદયા પ્રેમીઓનો આભાર વ્યક્ત કર્યો છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સંસદીય મતદાર વિભાગ માટે ચૂંટણીલક્ષી નોટિસ જાહેર કરતા જિલ્લા ચુંટણી અધિકારી..

ઉમેદવારોએ નામાંકન પત્ર મોડામાં મોડું 19 એપ્રિલ સુધીમાં કલેકટર...

કુણધેર ગામની સીમ માંથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી લેતી એસ.ઓ.જી ટીમ…

પાટણ તા. ૮પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ...

કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન યોજાયું..

કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન યોજાયું.. ~ #369News

ઉતરાયણ પર્વ માં પતગ દોરીથી મૃત્યુ ને ભેટેલા 21 પક્ષીઓની એકી સાથે અંતિમ વિધિ કરવામાં આવી.

જીવદયા પ્રેમીઓ દ્વારા મૃત પક્ષીઓની અંતિમયાત્રા યોજી શ્રધ્ધા સુમન...