google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના કર્મભૂમિ નજીક વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલ રિચાર્જ વેલના ખાડામાં પટકાયેલ ગાય નું રેસ્કયુ કરાયુ..

Date:

શહેરના વિવિધ વિસ્તારો માં ખુલ્લી ચેમ્બરો અને ખાડાઓને પાલિકા સત્વરે સુરક્ષિત બનાવે..

ટેલીફોન એક્સચેન્જ થી લીલી વાડી સુધીના મંજુર થયેલા નવીન માર્ગ નું કામ પણ સત્વરે શરૂ કરાય તેવી માંગ ઉઠી…

પાટણ તા. 25
પાટણના શહેરીજનોને એન કેન પ્રકારે રખડતા ઢોરોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાં તો રખડતા ઢોરો ના શિંગડા યુદ્ધ તો ક્યાંક ખુલ્લી ચેમ્બરમાં રખડતા ઢોરો પડવાની સમસ્યાઓના કારણે શહેરીજનોની મુશ્કેલીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યા છે. છતાં કુમકર્ણની નિંદ્રામાં પોઢેલ પાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી પણ હાલતું નથી. ત્યારે શનિવારની સવારે શહેરના વોર્ડ નંબર ૭ માં આવતા ત્રિભોવન પાર્ક બંગલોઝ અને કર્મભૂમિ સોસાયટી પાસેની ખુલ્લી જગ્યામાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ રિચાર્જ વેલ ના ઊંડા ખાડામાં ગાય પડી જતા અને આ બાબતની જાણ વિસ્તારના રહીશોને થતા તેઓએ રિચાર્જ વેલના ઊંડા ખાડામાં પડેલ ગાયને કાઢવાનો પ્રયાસ કર્યો હતો.


પરંતુ અનેક યુક્તિ પ્રયુક્તિ દ્વારા પણ ગાય માતા બહાર ન નીકળી શકતા આખરે પાલિકા ના ફાયર વિભાગને જાણ કરાતા તેઓએ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી રિચાર્જ વેલના ઊંડા ખાડામાં પડેલ ગાયને રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી.
પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ભૂગર્ભ ગટરોની ચેમ્બરો તેમજ ખોદકામ દરમિયાન ખુલ્લા રખાયેલા ખાડાઓનું સુવ્યવસ્થિત રીતે પુરાણ નહીં કરાતા આવા અબોલ જીવો તેમાં પટકાવવાની સમસ્યાઓ અવાર નવાર સર્જાતી હોય છે. છતાં પાલિકા તંત્ર દ્વારા આવી ખુલ્લી ચેમ્બરો તેમજ ખાડાઓનું પુરાણ નહીં કરાવી કોઈ માનવ જાનહાની સર્જાય તેની રાહ જોતી હોય તેવો ગણગણાટ ઉપસ્થિત પાટણના પ્રબુદ્ધ નગરજનો માં સાંભળવા મળ્યો હતો.

પાલિકાના સત્તાધીશો દ્વારા રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા અને આવા ખુલ્લા ખાડાઓનુ પુરાણ કરવા અથવા તેને સુરક્ષિત બનાવવા કામગીરી હાથ ધરે તેવી માંગ પ્રજામાં પ્રબળ બનવા પામી છે.તો ટેલિફોન એક્સચેન્જ થી લીલી વાડી સુધીના નવીન માર્ગ નું કામ મંજૂર થયા બાદ અને બે બે વખત માર્ગના ખાતમુહૂર્તો કરાયા બાદ પણ આજ દિન સુધી આ વિસ્તારના માર્ગનું કામકાજ શરૂ નહીં કરાતા રહીશોમાં પાલિકા પ્રત્યે તેમજ આ વિસ્તાર ના કોર્પોરેટરો પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે ગુજરાત રાજ્ય અંડર 23 ભાઈઓ-બહેનો ની કુસ્તી સ્પર્ધા યોજાઈ..

પાટણ ખાતે ગુજરાત રાજ્ય અંડર 23ભાઈઓ-બહેનો ની કુસ્તી સ્પર્ધા યોજાઈ.. ~ #369News

રાષ્ટ્રીય પલ્સ પોલીયો અભિયાનના પ્રારંભ પ્રસંગે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસી ની બે બુંદ પીવડાવાઈ…

જિલ્લા પંચાયત પ્રમુખ, પાટણ નગરપાલિકા પ્રમુખ સહિત આરોગ્ય વિભાગના...

ધારપુર ની જી. એમ. ઈઆર. એસ. હોસ્પિટલ ને આઇ બેન્ક ની મંજૂરી મળી..

પાટણ તા. ૩પાટણ સમીપ આવેલ ધારપુર ની જી. એમ....