જરૂરિયાત મંદ દર્દીઓને તપાસી રૂ.એક લાખથી વધુની દવાઓ નિશુલ્ક આપવામાં આવી..
પાટણ તા. 25
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા પ્રાથમિક શાળા ખાતે BSF-194 વાહીની સુરક્ષા બળ દ્વારા શનિવાર ના રોજ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં મુખ્ય મેહમાન તરીકે બી એસ એફ હેડક્વાર્ટર આઈ જી ગુજરાત ગાંધીનગર ના રવિ ગાંધી સહિત ભુપેન્દ્રસિંહ DIG સેક્ટર હેડક્વાર્ટર ગાંધીનગર, સિંધુ જા પાંન્ડા CMO (S. G )194 બટાલીયન બી એસ એસ., અશોક કુમાર ઝા સેકન્ડ એન્ડ કમાન્ડર અધિકારી કાર્યવાહક કમાન્ડેન્ટ ઓફિસર 194 વાહીની બીએસએફ, સીબી રામ સેકન્ડ ઈન કમાન્ડન્ટ અધિકારી 194 વાહીની બીએસએફ, મહેશ કન્યાલ ડેપ્યુટી કમાન્ડેન્ટ 194 વાહીનીબીએસએફ, અરુણકુમાર શર્મા ડિપ્યુટી કમાન્ડેન્ટ સામાન્ય એફ જી ટી દાંતીવાડા અને પંગા સરવંતી SMO બીએસએફ 93 વાહિની સહિતના મહાનુભવો ઉપસ્થિતિ રહ્યા હતા.
આ નિશુલ્ક મેડિકલ કેમ્પ મા ધારપુર હોસ્પિટલના વિવિધ વિભાગના ડોક્ટરો એ પોતાની સેવાઓ આપી જરૂરિયાતમંદ દર્દીઓને તપાસી અંદાજિત રૂ. એક લાખથી વધુની દવાઓનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.