fbpx

પાટણ માં ભગવાન રામજી ની રથયાત્રામાં અયોધ્યા થી લાવેલ ચરણ પાદુકા દશૅન ભકતો ને થશે..

Date:

12:39 ના વિજય મહુર્તમાં રામજી મંદિર ખાતેથી રથયાત્રા નું પ્રસ્થાન કરાશે..

ચાલુ સાલે રામજીના રથની ઉંચાઈ બે ફૂટ વધારવામાં આવી છે.

પાટણ તા. 29
પાટણ ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાનારી રામનવમીની 36મી શોભાયાત્રાની તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવાઈ છે. ગુરુવારે ચૈત્ર સુદ નોમના રોજ રામજીમંદિર ખાતેથી ભગવાનનું પ્રાગટ્ય થયા બાદ 12:39એ યાત્રા શરૂ થશે. જે માર્ગો પરથી ભગવાન રામલલ્લા, સીતામૈયા અને લક્ષ્મણજી નગરચર્યા કરશે ત્યાં સમિતિ દ્વારા શોભાયાત્રા ના રૂટ પર કમાનો સહિત કેસરી ધજાપતાકાઓ લહેરાવી છે.જે રથમાં ભગવાન બિરાજમાન થવાના છે તે રથ ની ઉંચાઈ પણ આ વખતે બે ફૂટ વધારી છે.

રામજી ભગવાન ની રથયાત્રા છીંડીયા દરવાજા સ્થિત ગામતળ રામજી મંદિર ખાતેથી મર્યાદા પુરુષોત્તમની યાત્રા આરંભાશે. આ યાત્રામાં અયોધ્યાથી લાવવામાં આવેલ ભગવાન શ્રી રામચંદ્રજીની પાદુકાના પણ દર્શન નો લ્હાવો ભકતોને મળશે.

શોભાયાત્રા માં ભાગ લેનાર નીશાંન ડંકો, છત્રપતિ શીવાજી, ચાલતા હનુમાન,નાશીક ટુકડી,ગાયત્રી મંદિર ભજન મંડળી, જલારામ મંદિર યુવક મંડળ,રામજી મંદિર ભજન મંડળ રામજી મંદિર ભજન મંડળ, શીવ ડી.જે.સાઉન્ડ, છીંડીયા દરવાજા ઠાકોર વાસ,સાચોરીવાસ યુવક મંડળ, મીરાદરવાજા સુવક મંડળ, જોગણીમાતા યુવક મંડળ,નાશીક ઢોલ,ટાયરનગર યુવક મંડળ, છીંડીયા દરવાજા યુવક મંડળ (અંબાજી મંદિર),છીંડીયા દરવાજા ઠાકોરવાસ, સાલવીવાડા યુવક મંડળ, જબરેશ્વરી યુવક મંડળ, ભગીની સમાજ, શ્રીજી વિદ્યાલય, રાક્ષસ ટુકડી, ટાર્જન ડી.જે. સાઉન્ડ , તપોવન સ્કૂલ,મેલડી સાઉન્ડ (ડી.જે.), વેરાઇ ચકલા યુવક મંડળ,આઠબાઇ માતા યુવક મંડળ, છીંડીયા દરવાજા યુવક મંડળ , નાશીક ટુકડી, ક્ષત્રિય યુવક મંડળ,કુદકા મારતો વાંદરો, સ્વામી વિવેકાનંદ (કૃષ્ણ આશ્રમ પુસ્તકનાવા)પ્રયાશ વેલપર ફાઉન્ડેશન (પ્રકૃતી રથ), શ્રી સરસ્વતી શીશુ મંદિર સ્કૂલ,રીઝ્યોનલ સાયન્સ સેન્ટર પાટણ(ડાયનાસોર), ખલીપુર યુવક મંડળ, છબીલા યુવક મંડળ, શીતલ હાઉસ, બ્રહ્માકુમારી સેન્ટર, બોકસર સીક્યુરીટી, બાપા સીતારામ,રાજકમલ બેન્ડ,ભગવાન શ્રી રામ રથ, પ્રસાદ (ટ્રેકટર) સહિત આગી જોડાશે.

રામજી ભગવાન ની રથયાત્રા નો રૂટમા શ્રી રામજી મંદિર – અંબાજી માતાના મંદિર – છીડિયા ,જગન્નાથ મંદિર થી હિંગળાચાચર ઉભી બજાર – ત્રણ દરવાજા – ચકલી મંદિર – ગોદડનો પાડો – ગોળશેરી થઇ નુતન બાલમંદિર – આંબેડકર ચોક – ખોખરવાડો – નાગરલીમડી – નારણજીનો પાડો – સાલવીવાડો – પાણીની ટાંકી – કટકીયા વાડો – મદારસા – રતનપોળ – કે . ડી . ઠકકર હોલ – ઝીણીપોળ – લોટેશ્વર મહાદેવ – બાબુના બંગલે – જુની – બહેરામુંગાની શાળા – રસણીયાવાડો – બુકડી – વનાગવાડો ( પાછળ ) કપાસીવાડો – જ્વાળામુખીની પોળ -જુનાગંજ બજાર, ચતુર્ભુજ બાગ – બગવાડ થઈ નીજ મંદિરે પરત ફરશે તેવી રામનવમી રથયાત્રા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્રારા જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related