fbpx

પ્રચાર માધ્યમો અને સોશિયલ મીડિયા ઉપર ભાજપના લોકો દ્વારા કોંગ્રેસના કરાઈ રહેલ અપ્રચાર નું ખંડન કરતા જગદીશ ઠાકોર…

Date:

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાતની જનતા,કોંગ્રેસના કાર્યકરો,આગેવાનો અને પત્રકારો નો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો

પાટણ તા. 10
સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર દ્રારા આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કેગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદના મારા કાર્યકાળ દરમ્યાન આપ સૌએ આપેલ સાથ સહકાર બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરૂ છું.અનુભવી, અભ્યાસુ, ઉત્તમ વ્યક્તિત્વ ધરાવનાર શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રમુખ પદ શોભાવવા જઈ રહ્યાં છે. ત્યારે આપણે સૌ સાથે મળીને 2024 ની લોકસભા ચુંટણીની તૈયારી કરીએ અને કોંગ્રેસને મજબૂત કરીએ.બે દિવસથી મીડિયામાં આર્થિક વ્યવહારો વિષે વાતો ચાલી રહી છે. મારી અહીં ચોખવટ છે કે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીનો કોઈ રિપોર્ટ લીક થયો નથી તે આદરણીય રાહુલજી અને આદરણીય ખડગેજીને જ સોંપવામાં આવ્યો છે. મીડિયામાં જે આવી રહ્યું છે તે સત્યથી તદ્દન અલગ છે ખોટું છે.

સમય કપરો છે, ભવિષ્ય કપરું નથી. સમય મહેનત માંગી રહ્યો છે ત્યારે નવા વરાયેલા પ્રમુખના નેતૃત્વમાં પક્ષને ખૂબ મજબૂત બનાવવો છે. મારા 50 વર્ષના સામાજિક અને જાહેર જીવનમાં, આચરણમાં કોંગ્રેસ છલકાય છે. હું જન્મજાત કોંગ્રેસી છું અને મારા બાપુજી પણ કોંગ્રેસ વિચારધારાને વરેલા હતાં અને તેમણે જ પડકાર ઝીલતા શીખવ્યું છે. ગરીબ પરિવારમાં મારો જન્મ થયેલો અને જે પદ પ્રતિષ્ઠા મને મળી છે તે માટે હું કોંગ્રેસ પક્ષનો આભારી છું. ભ્રષ્ટાચાર, બેઇમાની વિરૂદ્ધ નીડરતાથી લડતાં મને કોંગ્રેસ પક્ષની વિચારધારાએ શીખવાડ્યું છે.
જેનામાં ઈમાનદારી હોય, ક્યાંય આર્થિક વ્યવહારોમાં પડ્યો ન હોય,માનવતાવાદી વિચારધારાને લઈને ચાલતો હોય તેવા વ્યક્તિને બદનામ કરવાના જે કાવતરાં થઈ રહ્યાં છે તે ખૂબ જ દુઃખદ છે.

જે પત્રકાર મિત્રોએ મને સાથ – સહકાર આપ્યો છે, મદદ કરી છે તે સર્વેનો હું આભાર માનું છું.હું ગુજરાતની જનતા, કોંગ્રેસના સમર્થકો,કાર્યકરો અને આગેવાનોને કહેવા માંગુ છું કે, કોઈ ઉમેદવારે એક રૂપિયાની પણ કોઈ લેવડ દેવડ કરેલ હોય તો તેની વિગતો મારી જોડે લાવો અને જો હું પ્રમુખપદ પર નહિ હોવ તો પણ રાહુલજી, કે. સી. વેણુગોપાલજી, શક્તિસિંહજી અને અમિતજી પાસે બેસીને તેનો ન્યાય કરાવીશું, નિર્ણય કરાવીશું.મારી આપ સૌને વિનંતી છે કે, અમુક પ્રચાર માધ્યમો તેમજ સોશિયલ મીડિયા પર ભાજપના લોકો દ્વારા કોંગ્રેસ પક્ષના નેતૃત્વને ખતમ કરવાની વાતો કરતા હોય તેમાં બિલકુલ સાવધાન રહેજો. આવનાર દિવસોમાં પણ ભલે હું પ્રમુખ નથી છતાં એક ફોન કરજો અડધી રાત્રે પણ હાજર રહીશ, આપની વચ્ચે રહીશ.જય હિંદ,જય કોંગ્રેસજગદીશ ઠાકોર…

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં વધુ ચાર કડીયાનાકા ખાતે ભોજન કેન્દ્રોનો શુભારંભ.

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં વધુ ચાર કડીયાનાકા ખાતે ભોજન કેન્દ્રોનો શુભારંભ. ~ #369News