સમાજના સહયોગ થકી પાટણ પ્રજાપતિ સમાજના સમાજ ઉત્કર્ષના દરેક કાર્યને સફળતા સાંપડી રહી છે…
પાટણ તા. 23
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા આયોજિત સુંદરકાંડ અને પ્રજાપતિ સન્માન એવોર્ડ 2023 ની સફળતા બાદ પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા પ્રજાપતિ સમાજના 65 થી 75 વર્ષની ઉંમરના વડીલો ની વંદના સાથે ડાકોરના ધાર્મિક શ્રવણ યાત્રા સ્વરૂપે પ્રવાસનું આયોજન તેમજ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત સમાજના તેજસ્વી તારલાઓ નો સન્માન કાર્યક્રમ તારીખ 25 ડિસેમ્બરને સોમવારના બપોરે ત્રણ કલાકે ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસર પાછળ આવેલા રામ ચંદ્રાવતી હોલ ખાતે સમાજના આજીવન વિદ્યાદાતા સ્વ. પ્રભુદાસ પરસોતમદાસ પ્રજાપતિ અમેરિકાવાળા પરિવારના સહયોગ થી આયોજિત કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે સમાજના અન્ય દાતાઓ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરશે.તો સમાજના 65 થી 75 વર્ષની ઉંમર ધરાવતા વડીલોની વંદના સાથે પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા આયોજિત પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નો ધાર્મિક પ્રવાસ શ્રવણ યાત્રાનું આગામી તા 10 જાન્યુઆરી 2024 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.આ વડીલ વંદના સાથેની ધાર્મિક શ્રવણ યાત્રાપ્રવાસ માં જોડાવા ઈચ્છતા સમાજના જરૂરિયાતમંદ પરિવારના 65 થી 75 વર્ષની ઉંમર ધરાવતા વડીલોને પોતાના નામ તારીખ 25 ડિસેમ્બર થી તારીખ 5 જાન્યુઆરી સુધીના સમય દરમિયાન પ્રજાપતિ સમાજ પાટણના સ્ટર્લીંગ પાર્ક,કેનાલ રોડ પરના કાર્યાલય ખાતે રજીસ્ટ્રેશન કરાવવા પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે.
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા સમાજ ઉત્કર્ષના કરાતા કાર્યોમાં સમાજનો સંપૂર્ણપણે સહયોગ સાંપડી રહ્યો હોય જેના કારણે દરેક કાર્યોમાં સફળતા મળી રહ્યો હોવાનું પાટણ પ્રજાપતિ સમાજ પાટણની ટીમ દ્વારા જણાવ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી