fbpx

પાટણ શહેરના ચતુર્ભુજ બાગ ની પાછળ ભરાયેલા વરસાદી પાણી અને ગંદકીની સમસ્યા મામલે નગર પાલિકા ને તાળાબંધી કરવાની ચીમકી અપાઈ..

Date:

પાટણ તા. ૨૮
ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની ચોમાસા દરમિયાન કરવામાં આવતી કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે શહેરના ચતુર્ભુજ બાગ ની પાછળ આવેલ કચરા સ્ટેન્ડ ની સફાઈ અને ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ રહેલા પાલિકા સતાધીશો સામે વિસ્તારના લોકો મા રોષ જોવા મળી રહ્યો છે તો આ મામલે આ વિસ્તાર ના વિપક્ષના નગર સેવક ભરતભાઈ ભાટિયા એ ચિફ ઓફિસરને પત્ર લખી ઉપરોક્ત સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહિ આવે તો પાટણ નગર પાલિકા કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ આયોજિત કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.

વિપક્ષના નગર સેવક ભરતભાઈ ભાટિયા દ્રારા ચિફ ઓફિસરને લખેલ પત્રમાં જણાવ્યું છે કે પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલ ચતુર્ભુજ બાગ ના પાછળના ભાગે પાટણ નગરપાલિકા ઘીવટા વોર્ડ નું કચરા સ્ટેન્ડ છે સદર કચરા સ્ટેન્ડમાં આગળ જવાના રસ્તા ઉપર ત્યાંના સ્થાનિક લારીવાળાએ જાહેર રોડ ઉપર બે ટ્રેક્ટર માટી નખાવી ને રોડ ઊંચો કરી દીધો છે તેથી આ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા આ વિસ્તાર માં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને કચરા ના હિસાબે દુર્ગંધ પેદા થવાની સાથે અસહ્ય દુર્ગંધ ના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત ઉભી થવા પામી છે.

આ વિસ્તારના સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા રજૂઆત કરવા છતાં પણ આ ગંદા પાણીનો અને ગંદકી નો કોઈ નિકાલ પાટણ નગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો ન હોય ત્યારે જો આ વિસ્તારની પાટણ નગર પાલિકા દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી સાથે વરસાદી પાણી નો નિકાલ નહિ કરવા માં આવે તો પાટણ નગરપાલિકા ની તાળાબંધી કરવાની ચિમકી તેઓએ પત્ર દ્વારા ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, બાંધકામ શાખા ના ઇજનેર, વાહન શાખા ના અધિકારી અને વોર્ડ ઇન્સ્પેક્ટર ને આપી હોવાનું જાણવા  મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ભીલોટ માગૅ પર અજાણ્યા વાહન ની ટકકરે ગુજરાત વિધાન સભા પૂર્વ અધ્યક્ષ હિંમતલાલ મુલાણી ના ભત્રીજા નું મોત..

રાધનપુર ભીલોટ માગૅ પર અજાણ્યા વાહન ની ટકકરે ગુજરાત વિધાન સભા પૂર્વ અધ્યક્ષ હિંમતલાલ મુલાણી ના ભત્રીજા નું મોત.. ~ #369News

પાટણ જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બર થી ૧૦ મા તબકકા નો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાશે..

જિલ્લાવાસીઓને સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ… કાર્યક્રમમાં સરકારના ૧૩ જેટલા...