google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પ્રભુ શ્રીરામના જીવન ચરિત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી જીવન ધન્ય બનાવવું જોઈએ : પૂ. દોલતરામજી બાપુ..

Date:

પાટણના યાત્રાધામ સમા નોરતા ધામે શ્રી રામ નવમી પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી..

પાટણ તા. 31
પાટણની પવિત્ર ભૂમિ સમીપ આવેલા પ્રસિધ્ધિ યાત્રાધામ સમા નોરતાના દોલતરામ બાપુ આશ્રમ ખાતે રામનવમીના પવિત્ર પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભાવિક ભક્તોની નોરતા આશ્રમ ખાતે પરમ પૂજ્ય દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય વિશ્વ ભારતીજી મહારાજના દર્શન અને આશીર્વાદ મેળવવા ભીડ જામી હતી. તો દર્શનાર્થે આવેલા તમામ ભાવિક ભક્તો માટે નોરતા આશ્રમના સેવકો દ્વારા સુંદર મજાના ભોજન પ્રસાદ ની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

આશ્રમ પરિસર ખાતેથી બપોરે પરમ પૂજ્ય દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય વિશ્વ ભારતીજી મહારાજ સહિતના સંતોની શોભાયાત્રા નીકળી હતી.જેમાં નોરતા ગામ સહિત આજુબાજુ તમામ ગામોના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંતોના દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. નોરતા ગામે રામનવમીના પવિત્ર પર્વને લઈને મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો બાળકોના મનોરંજન માટે સાધનો અને ખાણી પીણીના સ્ટોલો પણ નોરતા ગામે આશ્રમ પરિસરની આજુબાજુ કાર્યરત બનતા દર્શનાર્થે આવેલા પરિવારજનોએ બાળકો સાથે આ રામ નવમીના મેળાની મજા માણી હતી.

રાત્રે પરમ પૂજ્ય દોલતરામ બાપુ અને પરમ પૂજ્ય વિશ્વ ભારતીજી મહારાજ સહિતના સંતો મહંતોએ સંતવાણી થકી ઉપસ્થિત ભક્તોને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર ને પોતાના આચરણમાં ઉતારવા અને વ્યસન મુક્ત બનવાનો સંદેશો પાઠવી ભજન ની રમઝટ બોલાવી હતી.શ્રી નોરતા ધામે આયોજિત કરાયેલા રામનવમી પર્વના ધાર્મિક ઉત્સવોને સફળ બનાવવા પરમ પૂજ્ય દોલતરામ મહારાજ અને પરમ પૂજ્ય વિશ્વ ભારતીજી મહારાજ ના સેવક ગણ સહિત સમસ્ત નોરતા ગ્રામજનો એ ભારે જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે સમસ્ત ઓડ મારુ સમાજ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ 2024 યોજાયો..

સમાજના તેજસ્વી તારલાઓ,કમૅચારીઓ અને વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરાયા..પાટણ તા....