વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના શાશનના નવ વષૅ ની ગાથા પત્રકારો સમક્ષ વણૅવી..
પાટણ તા. 20
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે શનિ વારે જિલ્લા ભાજપ ડો. દશરથજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત કરવાની થતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બુથ સશક્તિકરણ,પાંચ એપ્લિકેશન ડાઉન લોડ કરવા તેમજ દરેક કાર્યકતા ઓને 50 સરલ એપ ડાઉનલોડ કરવાનું લેશન અપાયું હતું.સાથે સાથે પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.જેમાં પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે સી પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકારને નવ વર્ષ પૂર્ણ થતા હોઇ આ નવ વર્ષ દરમિયાન ભાજપ સરકાર દ્વારા સમગ્ર હિન્દૂ ધર્મના આસ્થા ના પ્રતિક ભગવાન શ્રીરામના મંદિરનું ભવ્ય નિર્માણ,જમ્મુ કાશ્મીર માંથી વિવાદિત કલમ 370 અને 35A એક જ ઝાટકે દૂર કરી દેશની અખંડિતા કાયમ રાખી છે.
ભારતીય જવાન અભિનંદનને પાકિસ્તાન થી માત્ર 24 કલાકમાં સુરક્ષિત ઘેર લાવી ભારતની શક્તિનો પરચો બતાવ્યો હતો. આત્મનિર્ભર ભારતને સાર્થક કરતું એક કામ દેશમાંજ વંદે ભારત ટ્રેનની તમામ સ્પેરપાર્ટ સ્વદેશમાં જ તૈયાર કરવામાં આવ્યા છે. સહિત 9 વર્ષમાં કરાયેલી અનેકવિધ ઉપલબ્ધિઓ જણાવી હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ,જિલ્લાપ્રભારી જગદીશ ભાઈ પટેલ,સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિ બેન મકવાણા,ધારાસભ્ય લવિંગજી, પૂર્વ કેબિ નેટ મંત્રી દિલીપ ઠાકોર, પૂર્વ પંચાયત મંત્રી રણછોડ ભાઈ દેસાઈ,પૂર્વ રાજ્ય સભા સાંસદ દિલીપભાઈ પંડ્યા,પૂર્વ ધારા સભ્ય નાગરજી ઠાકોર, લોક સભા પ્રભારી અશોકભાઈ જોષી,ડો રાજુલબેન દેસાઈ, મોહનભાઇ પટેલ, જિલ્લાના ત્રણેય મહામંત્રી સહિત અપેક્ષિત હોદે દારો ઉપસ્થિત રહ્યા હોવાનું મિડિયા ઈન્ચાર્જ જયેશ દરજી અને ગોવિંદ પ્રજાપતિ એ જણાવ્યું હતું.