પાટણ તા. 6
છઠ્ઠી એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના 44માં સ્થાપના દિવસની સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.જેના ભાગરૂપે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ જિલ્લા ભાજપ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલસંબોધન માં પણ જિલ્લા ભાજપના હોદ્દેદારો જોડાયા હતા ત્યારબાદ વોલ પેંટિંગ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશી,રાજ્યસભાના પૂર્વ સાંસદ દિલિપભાઈ પંડયા, પટેલ,રમેશભાઈ સિંધવ સુરજગીરી ગોસ્વામી,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઇ પટેલ,સ્થાપના દિવસ પખવાડિયાના ઇન્ચાર્જ સંજયભાઈ પટેલ, સહ ઇન્ચાર્જ નવીનભાઈ પ્રજાપતિ અને કલ્પેશભાઈ પરમાર સહિતના હોદેદારો હાજર રહ્યા હોવાનું પાટણ લોકસભા ભાજપ મીડિયા ઈન્ચાર્જ જયેશ દરજી અને ગોવિંદ પ્રજાપતિએ જણાવ્યું હતું.