google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં નિકળનારી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા સાંગો પાંગ સફળ બને તે માટે જિલ્લા પોલીસ વડા ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ..

Date:

રથયાત્રાના માર્ગો પરના જર્જરીત મકાનો ઉતારી લેવા રથયાત્રા સમિતિના કન્વીનર દ્વારા સૂચન કરાયું.

હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા રથયાત્રા ને લઈને જરૂરી સૂચનો રજૂ કરી રથયાત્રા સફળ રહે તે માટે સહયોગી બનાવવાની ખાતરી આપી. .

પાટણ તા. 17
પાટણ શહેરમાંથી નિકળનારી ભારતની ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબર ની ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા ને સાંગોપાંગ સફળ બનાવવા શનિવારની સાંજે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પોલીસવડા ના અધ્યક્ષ સ્થાને પાટણ ના રાજકીય-સામાજિક આગેવાનો, વેપારીઓ સહિતના હિન્દુ મુસ્લિમ સમાજ ના પ્રબુધ્ધ નગરજનો સાથે શાંતિ સમિતિ ની બેઠક બોલાવવામાં આવી હતી.

જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને મળેલી આ શાંતિ સમિતિની બેઠકમાં જિલ્લા પોલીસ વડા દ્વારા ઉપસ્થિત રહેલા પાટણના પ્રબુદ્ધ નગરજનો પાસેથી રથયાત્રા ને લઈને મંતવ્યો રજૂ કરવા જણાવ્યું હતું.

જેમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય દ્વારા નગરપાલિકાને સ્પર્શતા રથયાત્રાના માર્ગ પર રોકડિયા ગેટ વિસ્તાર નજીક જર્જરીત બનેલ મકાન ઉતારી લેવા તેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આગલા દિવસે મંદિર પરિસર ખાતે આયોજિત મહાભિષેક પ્રસંગે દર વર્ષે વીજ કાપની સમસ્યાઓ સર્જાતી હોય છે જે ચાલુ સાલે સમસ્યા ન સર્જાય તે માટે સૂચન કર્યું હતું.

તો મુસ્લિમ સમાજના આગેવાન કાસમ અલી સૈયદ એ ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા કોમી ભાઈચારા વચ્ચે સંપન્ન બનશે તેવી ખાતરી આપી હતી. જુનાગંજ બજાર વેપારી એસોસિએશનના પ્રમુખ મહાસુખભાઈ મોદીએ પણ રથયાત્રા દરમિયાન ભગવાનની આરતી ઉતારવા માટે રથ ઉપર થતી ભીડને કાબુ કરવા રથયાત્રા સમિતિ દ્વારા વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યું હતુ.તો મંત્રી કેશવલાલ ઠક્કરે રથયાત્રામાં પાટણના રાજકીય સામાજિક આગેવાનો, સહિત પાટણના પ્રતિષ્ઠિત નગરજનો જોડાઈને રથયાત્રાને યાદગાર બનાવે તે માટે અપીલ કરી હતી.

પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ પરમારે વર્ષોથી પેચીદા બનેલા શહેરના જર્જરીત મકાનો બાબતે જિલ્લા કલેકટર સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર બેઠક યોજી જજૅરિત બનેલા મકાનો ની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સૂચન કર્યું હતું. તો પાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ એ પણ જજૅરીત મકાનો બાબતે ચિતા વ્યકત કરી તેના નિરાકરણ માટે યોગ્ય થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓ ને અપીલ કરી હતી. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટિયાએ જગન્નાથ ભગવાનની રથયાત્રા દરમિયાન જ્યાં જરૂર પડે ત્યાં સહયોગ આપવાની ખાતરી આપી હતી.

ખાસ કરીને આ બેઠકમાં રથયાત્રા દરમિયાન સર્જાતી રખડતા ઢોરોની સમસ્યા, ઉબડ ખાબડ માર્ગોની સમસ્યા, વીજ લાઇનના લટકતા વાયરોની સમસ્યા ન સર્જાય તે માટે તકેદારી રાખવા જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અધિકારી ઓને વિનંતી કરવા માં આવી હતી.

પાટણ બી ડિવિઝન પોલીસ મથકે આયોજિત આ શાંતિ સમિતિની બેઠકમાં જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, ડીવાયએસપી પંડ્યા, એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન પી. આઈ, સહિત પીએસઆઇ, પોલીસ સ્ટાફ, જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, પાટણ નગર પાલિકા ના પ્રમુખ સ્મિતાબેન પટેલ, ચીફ ઓફિસર સંદીપભાઈ પટેલ,જીઇબીનાઅધિકારીઓ, માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પાટણના પ્રબુદ્ધ નગરજનો હિન્દુ, મુસ્લિમ સમાજના આગેવાનો, જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોકસ..રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા 608 પોલીસ ફરજ પર તૈનાત રહેશે. જેમાં 1 ડીવાયએસપી,1 પેટ્રોલિંગ વાન,4 પી આઈ,24 પીએસઆઇ, 234 પોલીસ, 53 મહિલા પોલીસ, 16 એસ આર પી જવાન, 271 હેડ કોન્સ્ટેબલ, 4 ઘોડે સવાર,35 વોકીટોકી,4 એમડી,8 દુરબીન,6 વિડીયો ગ્રાફર મળી કુલ 608 પોલીસ રથયાત્રા મા ફરજ પર તૈનાત રહેશે. તો ભગવાન જગન્નાથજી ની રથયાત્રા જે રૂટ ઉપરથી નીકળવા ની છે તે રૂટ ઉપર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું પાટણ એ ડિવિઝન પીઆઈ આર. એમ.પરમારે જણાવ્યું હતું

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ભાજપ બક્ષીપંચ મોરચો લોકસભા ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાટલા બેઠકો યોજશે..

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ..પાટણ...

ધારણોજ ખાતે આવેલ પી. એચ. સી. સેન્ટર ને સી. એચ. સી. સેન્ટરનો દરજ્જો આપવાની માગ ઉઠી.

ગામના સામાજિક આગેવાન મોહનભાઈ રબારી દ્વારા આરોગ્ય મંત્રીને પત્ર...

સરસ્વતી તાલુકાના કાસા ગામે આવેલી શ્રી એસ.પીઠાકોર સર્વોદય વિદ્યાલય ખાતે પતંગોત્સવ યોજાયો.

પાટણ તા. ૧૩પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ શ્રી એસ.પી.ઠાકોર...