google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ માંથી મોદી સમાજનો પરંપરાગત નિકળતોપગપાળા સંઘ યાત્રાધામ બહુચરાજી ખાતે જવા પ્રસ્થાન પામ્યો..

Date:

સંઘવી પરિવાર દ્વારા મૈયાની ધજા પતાકાની પૂજા અચૅના કરવામાં આવી..

યાત્રામાં 26 જેટલી બગી, 4 બેન્ડ સહિત ઉટલારી ઓ સાથે માનવ મહેરામણ જોડાયું..

પાટણ તા. 2
પવિત્ર ચૈત્રી નવરાત્રીમાં જપ, તપ, સાધના અને અનુષ્ઠાન સહિત મૈયાની બાધા માનતા નું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે પાટણ શહેરમાં વસતા મોઢ મોદી જ્ઞાતિ સમાજના લોકોએ વડવાઓની વર્ષો જૂની પ્રણાલીને આજે પણ અકબંધ જાળવી રાખી છે.

ચૈત્ર સુદ અગીયારસના દિવસે સંઘવી સુધીરકુમાર શ્યામ સુંદર મોદી ,સંજય કુમાર મોદીના પરિવાર
દ્વારા આયોજીત સંઘ રામની શેરી માં આવેલ બહુચર માતાજી મંદિર ખાતે પૂજાવિધિ કરી યાત્રાધામ બહુચરાજી ધામ ખાતે જવા પ્રસ્થાન પ્રસ્થાન પામ્યો હતો.

પાટણ શહેરમાં વસતા મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે પ્રથમ દિકરા-દિકરીની બાધા માનતા ચૈત્રી નવરાત્રીમાં પૂર્ણ કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી મોદી સમાજ દ્વારા ચૈત્રી બારસના દિવસે પાટણ થી બહુચરાજી ખાતે સંઘ પ્રસ્થાન થાય છે જે અનુસંધાને રવિવારે રામની શેરી માં આવેલ બહુચર માતાજી મંદિર ખાતે થી સંઘવી પરિવાર દ્વારા મૈયાની ધજા પતાકાની પૂજા અચૅના કરી વાજતે ગાજતે સંઘની શોભાયાત્રા શહેરના જાહેર માર્ગો પર નીકળી હતી.

આ શોભાયાત્રા માં શણગારેલ 26 થી વધુ બગીઓ, અને 5 ઉંટલારીઓ,4 બેન્ડ સાથે માનવ મહેરામણ
જોડાયું હતું .યાત્રા સંધ નુ શ્રદ્ધાળુ ભકતોએ ઠેર ઠેર સ્વાગત સન્માન કરી સંઘના વધામણા કર્યા હતા.

આ સંઘમાં સમાજની મહિલાઓએ મૈયાના ગરબાની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને ભકિતના રંગેરંગી દીધુ હતું.સંઘ રામની શેરી બહુચર માતાજી ના મંદિર ખાતેથી પ્રસ્થાન પામી લોટેશ્વર, લિબડી ચોક, રતનપોળ,સલાવી વાડો, મદારસા,ત્રણ દરવાજા,મેઈન બજાર, હિંગળાચાચર,જુનાગંજ બજાર ,નાગર વાડો, બુકડી, ટાંકવાડો,પાવર હાઉસ લોટેશ્વર થઈ સિદ્ધિ સરોવર ખાતેના બાળા બહુચર મંદિર ખાતેથી ચુંવાળ પંથક માં બીરાજમાન માં બહુચરના ધામ ખાતે જવા પ્રસ્થાન પામ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ગાંધી સ્મૃતિ હોલ માં સામાજિક સમરસતા પર વ્યાખ્યાન યોજાયું..

પાટણ તા. 7'વસુધૈવ કુટુંબકમ્' મંત્ર સાથે સમગ્ર ભારતમાં સામાજિક...

યુનિવર્સિટી ખાતે ગુજરાત ગેઝેટ અને તેનું મહત્વ વિઝન ૨૦૪૭ પર રાજય સ્તરીય પરિસંવાદ યોજાયો…

પાટણ તા. ૪પાટણ સ્થિત હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનવર્સિટીના પંડિત...