સુસાઇડ પોઇન્ટ તરીકે પંકાયેલા સિદ્ધિ સરોવરમાં બનતા અકસ્માતના બનાવને અટકાવવા હાથ ધરાયેલી કામગીરીને લોકો એ સરાહનીય લેખાવી..
પાટણ તા. 3 પાટણ શહેરમાં સુસાઇડ પોઇન્ટ તરીકે પંકાયેલ સિદ્ધિ સરોવરમાં અવારનવાર જીવન થી નાસીપાસ થયેલા લોકો પોતાની જીવન લીલા સંકેલવા મોતની છલાંગ લગાવતા હોય છે. જેના કારણે પાટણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી પુરૂ પાડતા આ સિધ્ધી સરોવર નું પાણી દુષિત બનતું હોય છે. અને શહેરીજનોમાં આ દુષિત પાણી પીવાથી રોગચાળો ફેલાવવાની ભીતી પણ સજૉતી હોય સિદ્ધિ સરોવરમાં આવા અકસ્માતના બનાવોને અટકાવવા શહેરીજનો દ્વારા અવાર નવાર પાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરી સિધ્ધી સરોવરને ફરતે સરક્ષણ દિવાલ બનાવવા અને સિકયુરીટી સ્ટાફ તૈનાત કરવા માગ કરવામાં આવી છે
તો આ વિસ્તારમાં આવેલા કેદારેશ્વર મહાદેવના સેવકો દ્વારા પણ સિદ્ધિ સરોવરમાં બનતા આવા બનાવોને અટકાવવા પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાને રાખી મંગળવારના રોજ સિદ્ધિ સરોવરની ફરતે ઊગી નીકળેલા બિનજરૂરી જાડી જાખરાઓને દૂર કરી આવા બનતા અકસ્માતો ને અટકાવવા આ વિસ્તારના કોર્પોરેટર અને પાટણ નગરપાલિકાના પૂર્વ પક્ષના નેતા દેવચંદભાઈ પટેલે નગરપાલિકાના જેસીબી ના કર્મચારીઓને સાથે રાખી સિદ્ધિ સરોવર ફરતે ઊગી નીકળેલા બિનજરૂરી જાડી જાખરાઓને દૂર કરી સિદ્ધિ સરોવરની ફરતે જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. શહેરીજનોને પાણી પુરૂ પાડતા સિધ્ધી સરોવર નજીક બહુચર માતાના મંદિર થી મહાદેવ ના મંદિર સુધી બાવળ અને જાડીઓ દુર કરવામાં આવી હોવાનું દેવચંદ ભાઈ પટેલે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી