fbpx

ડીસા-રાધનપુર હાઈવે પર ચાલુ ટ્રકે ડ્રાઈવરને આવ્યો એટેકઃ મૃત્યુ

Date:

પાટણઃ  હાર્ટ એટેકની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી ઘણી વધારે સામે આવવા લાગી છે ત્યારે ગુજરાત માં રાધનપુર-ડીસા વાળા હાઈવે પર આવી જ એક ઘટના માં ટ્રક ચાલકનું મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમય થી જીમમાં કસરત કરતાં, ક્રિકેટ રમતા કે અન્ય રમત રમતા અથવા તો શાંતીથી પોતાના વાહન પર બેસી રહેલા વ્યક્તિને પણ અચાનક એટેક આવી જતા તે મૃત્યુ પામ્યા હોવાની ઘટના ઓ સામે આવી હતી. જોકે મોટા ભાગ ની ઘટના માં આશ્ચર્ય ની વાત એ પણ હોય છે કે મૃતક યુવાન વયનો વ્યક્તિ હોય છે.

સુજબુજથી ટ્રકને ઊભી રાખી દીધી પણ…

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બુધવારની વહેલી સવારે કાંકરેજના ખોડલા નજીક આવેલી ભેરવનાથ હોટલ નજીક થી ટ્રક લઈને જઈ રહેલા એક ટ્રક ટ્રાઈવરને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જોકે ચાલુ ટ્રકે ડ્રાઈવરે સુજબુજ વારપી ધીમેથી ટ્રકને એક તરફ કરી લીધી હતી. ટ્રક સલામત સ્થળે આવી જતા અકસ્માત નો પણ ભય આ યુવાને રોકી લીધો હતો. જેથી અન્ય લોકોના પણ જીવ બચ્યા હતા. પણ આ તરફ તે ડ્રાઈવર નીચે ઉતરતા જ બેભાન થઈ ગયો હતો. આ ડ્રાઈવરને તુરંત ત્યાં હાજર હોટલના માલિક અને અન્યો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં જતા પહેલા જ રસ્તામાં તેનું અવસાન થયું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકાની તાંત્રિક વિભાગની પ્રથમ બેઠક પાલિકા ખાતે મળી..

પાટણ નગરપાલિકાની તાંત્રિક વિભાગની પ્રથમ બેઠક પાલિકા ખાતે મળી.. ~ #369News