fbpx

પાટણ જિલ્લાના પાંચ શિક્ષકોએ રાજ્યની વિદ્યાપ્રવેશ કે. આર. પી. તજજ્ઞતરીકેની તાલીમ મેળવી..

Date:

પાટણ તા. ૧૫
જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત તથા વડોદરા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત વિદ્યાપ્રવેશ તાલિમ વર્કશોપ દાદા ભગવાન સમાધિ સ્થાન કેલનપુર ડભોઈ રોડ ખાતે તા.૧૨,૧૩ ફેબ્રુઆરી દરમ્યાન યોજાઈ ગયો. જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ અને તેના સંદર્ભમાં શિક્ષણના બદલાતાં નવા પ્રવાહોને અનુરૂપ ઈનોવેશન નવતર પોર્ટલ, ઈકો ક્લબ, પર્યાવરણ પ્રયોગશાળા, પીએમશ્રીની શાળાઓ, PISA, NAS, SEAS, 10 બેગલેસ ડે ઈન સ્કૂલ, ગુણોત્સવ, હોલેસ્ટીક પ્રોગ્રેસ કાર્ડ, કલા ઉત્સવ, અધ્યયન નિષ્પત્તિ આધારિત શિક્ષણ અને મૂલ્યાંકન અને શિક્ષણના વિવિધ વિભાગોની પીપીટી દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

વિદ્યાપ્રવેશ કે.આર.પી. તાલીમ વર્ગમાં ગુજરાતભરમાંથી તમામ જિલ્લાઓમાંથી ૨૦૦ જેટલા શિક્ષકો અને આચાર્યોએ ભાગ લીધો હતો. જેમાં પાટણ જિલ્લા માંથી સિદ્ઘપુર શ્રી અભિનવ હાઇસ્કુલના આચાર્ય ડૉ. રુપેશભાઈ ભાટિયા, રાધનપુર તાલુકાના વડનગરના વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય કલ્પેશ ભાઈ અખાણી, સરકારી શાળા, પિપલાણાના ઇન્ચાર્જ આચાર્ય ધવલભાઈ ચૌધરી,પાટણની જ્ઞાન મંદિર મા. શાળાના ડૉ.દિનેશભાઇ ચૌધરી તથા કુંવરના માધ્યમિક શાળાના પ્રકાશભાઈ રથવીએ ભાગ લીધો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ ની જય જલારામ સેવા સમિતિ એ ઝુપડપટ્ટી વિસ્તારમાં મૃત્યુ પામેલ આધેડ ની અંતિમક્રિયા કરાવી..

પૈસાના અભાવે અંતિમ ક્રિયા માટે મુંઝવણ અનુભવતાં પરિવારને મદદરૂપ...

પાટણ પ્રગતિ મેદાન સામે ખેત પેદાશના પ્રદર્શન તેમજ વેચાણ અર્થે આયોજન કરાયું…

પાટણ તા. ૧૧પાટણ શહેરના પ્રગતિ મેદાન સામે ગુંગડી તળાવ...

પાટણ જિલ્લાના 25000 ખેડૂતો રૂ. 48 કરોડની 10 લાખ મણ ઉનાળુ બાજરીનું ઉત્પાદન કરશે..

પાટણ પંથકમાં ઉત્પાદિત થતી ઉનાળુ બાજરીનો મોટો જથ્થો સાઉદી...