fbpx

સમીના વરાણા માર્ગ પર જીરુ ની બોરીઓ ભરેલ પીકઅપ ડાલુ ટાયર ફાટતા પલટી ખાઈ ગયું…

Date:

પાટણ તા. ૨૨
પાટણ જિલ્લાના સમી- રાધનપુર હાઇવે માર્ગ પર સોમવારની સવારે જીરાની બોરીઓ ભરીને પસાર થઈ રહેલ પિકઅપ ડાલા નું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં પીક અપ ડાલામાં ભરેલા જીરાની બોરીઓ રોડ પર વેરણ છેરણ થતાં ખેડૂત ને નુકસાન થવા પામ્યું હતું.

આ અકસ્માતની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઇવે માર્ગ પર વરાણા નજીક થી ખેડૂત ના જીરાની બોરીઓ ભરીને પસાર થઈ રહેલ પીકઅપ ડાલા નું ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પર નો કાબુ ગુમાવતા પીકઅપ ડાલુ રોડ પર પલટી ખાઈ જતા પીકઅપ ડાલામાં ભરેલી જીરાની બોરીયો માર્ગ પર વેરણ છેરણ થવા પામી હતી.

પિકઅપ ડાલામાં ભરેલી ખેડૂત ની જીરાની બોરીઓ રસ્તા પર વેર વિખેર થતાં ખેડૂતને નુકશાન થવા પામ્યું હતું.

સમી નાં વરાણા નજીક બનેલી આ ઘટના પિકઅપ ડાલાનું ટાયર ફાટતાં સર્જાઈ હોય બનાવની જાણ લોકોને થતાં ધટના સ્થળે ભીડ ઉમટી હતી જોકે અકસ્માત મા કોઈ જાન હાની ન થતાં લોકોએ હાશ કારો અનુભવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

વાવાઝોડા ને પગલે પાલિકા દ્વારા કાલીકા બાગ નજીક ના માગૅ પરના ઘટાટોપ વૃક્ષોના નડતરરૂપ ડાળાઓ દુર કરાયા..

વાવાઝોડા ને પગલે પાલિકા દ્વારા કાલીકા બાગ નજીક ના માગૅ પરના ઘટાટોપ વૃક્ષોના નડતરરૂપ ડાળાઓ દુર કરાયા.. ~ #369News

કરૂણા1962 એમ્બ્યુલન્સ ની સેવાના સફળ 6 વર્ષ પૂર્ણ થયા..

પાટણ તા. 6 ગુજરાત પશુપાલન ખાતુ તેમજ Emri green...