fbpx

શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે થી નિકળેલી જયોત સ્વરૂપે રવાડી ના દશૅન કરી ભકતો ધન્યભાગ બન્યાં..

Date:

પાટણ તા. ૩
સંવત ૨૦૮૦ ચૈત્ર વદ દસમ ને શુક્રવાર તા.૩ ના રોજ પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનની રવાડી મંદિર પરિસર ખાતેથી નીકળી સમગ્ર વાડી પરિસરમાં પરિભ્રમણ કરી નિજ મંદિરમાં સંપન્ન બની હતી.

પાટણ પ્રજાપતિ સમાજ ના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની જો સ્વરૂપે નીકળતી રવાડી નું આગવું મહત્વ રહેલ હોય શુક્રવારે શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં ભગવાનની વાણી સાથે જ્યોત સ્વરૂપે રવાડી પ્રજ્વલિત કરવામાં આવી હતી.

જે રવાડી મંદિર પરિસર ખાતેથી ભજન કિતૅન ના સુરો વચ્ચે પ્રસ્થાન પામી પદ્મવાડી ની પરિક્રમા કરી પુનઃ મંદિર પરિસર ખાતે સંપન્ન બનાવવામાં આવી હતી. શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતેથી નિકળેલી આ જયોત સ્વરૂપે રવાડી ના દશૅન કરી ભકતો ધન્યભાગ બન્યાં હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં યુજી સેમ-5 અને પીજી સેમ- 3 ની પરિક્ષાઓ લેવાશે..

પરિક્ષા થી લઈને પરિણામ સુધીની યુનિવર્સિટી પરિક્ષા વિભાગ દ્વારા...

પાટણમાં આશા બહેનો દ્વારા પડતર માગણીઓ મુદ્દે કલેકટરને આવેદનપત્ર આપ્યું

પગાર વધારો, પ્રમોશન ગ્રેજ્યુટી જેવા વિવિધ લાભો આપવા સરકાર...