fbpx

રાધનપુર ડેપો મા ફરજ બજાવતા ડ્રાઇવર ને ચાલુ બસે એટેક આવ્યો છતાં હિંમત થી ડ્રાઇવિંગ કરી મુસાફરોને સહી સલામત ડેપોમાં પહોંચાડ્યા..

Date:

સોમનાથ થી રાધનપુર આવી રહેલ એસટી બસના ચાલકે મુસાફરો રે સહી સલામત પહોંચાડી પોતે અંતિમ વાટ પકડી..

રાધનપુર એસટી ડેપોના કર્મચારીના અવસાનના પગલે કર્મચારીઓ સહિત પરિવારજનોમાં શોક છવાયો..

પાટણ તા. 10
એ કોઈ વીર જવાન ન્હોતો એ કોઈ બહુ મોટો માણસ ન્હોતો પણ Om Shanti શબ્દ માટે એ પણ એટલો જ લાયક હતો. કોઈ મોટો દિગ્ગજ નેતા ન્હોતો પણ લોકોના કામમાં તો એ પણ એટલો જ આવતો હતો. સરહદ પર લડતો કોઈ જવાન ન્હોતો પણ મુસાફરોને પોતાના છેલ્લા શ્વાસ સુધી સલામત એસટી ડેપો સુધી લેતો આવનાર વીર જરૂર હતો. લોકોને સલામત યાત્રા કરાવી તેમની મંજીલ સુધી પહોંચાડતો હતો. રાધનપુરમાં એસટી કર્મચારી પોતાની ફરજ દરમિયાન મૃત્યુ પામ્યો છે. તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. સાવ જુવાન જોધ આ ડ્રાઈવર આખરે સલામત સવારીના એસટીના સ્લોગન પર ખરો ઉતર્યો હતો.

એટેક આવ્યો છતાં 1 કિલોમીટર સુધી બસ ચલાવી લોકોને સલામત રીતે બસસ્ટેન્ડ પહોંચાડનાર અને
રાધનપુર ડેપો મા ફરજ બજાવતા ડ્રાઇવરને હાર્ટ એટેક આવતા બસના તમામ મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. પરંતુ બસ ડ્રાઈવરે એક કિલોમીટર સુધી બસ ચલાવીને તમામ મુસાફરોને હેમખેમ રાધનપુર બસ સ્ટેશને પહોંચાડ્યા હતા.

પાટણ જિલ્લાના રાધનપુર એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ભારમલભાઈ મહાદેવભાઇ આહીર
સોમવારે સવારે સોમનાથ થી રાધનપુર એસટી બસ લઈને નીકળ્યા હતાઅને રાધનપુર થી એક કિલોમીટર દુર ચાલુ ડ્રાઇવિગે ડ્રાઇવરની તબિયત લથડતા બસ માં બેઠેલા મુસાફરો ના જીવ તાળવે બંધાયા હતા છતાં એસટી બસના ડ્રાઈવરે હિંમત રાખી રાધનપુર ડેપો માં બસ પહોંચાડી મુસાફરો ને હેમ ખેમ પહોચાડી એસટી ની સવારી સલામત સવારી ના સુત્ર ને સાથૅક કયુઁ હતું.

ડ્રાઇવરે બસમાંથી મુસાફર અને ઉતારી પોતે પણ બસમાંથી ઉતરતા જ હૃદયરોગનો હુમલો આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડતા ડોકટરે તેઓને મૃત જાહેર કરતા રાધનપુર એસટી કમૅચારીઓમા શોક છવાઈ ગયો હતો. સોમનાથ થી બસ રાધનપુર પહોંચતા રાધનપુર એસટી ડેપોમાં ફરજ બજાવતા ભાર્મલ ભાઈ આહીર નું હ્નદય રોગનાં હુમલામાં મોત નીપજ્યું હોવાની ધટનાને પગલે તેઓના પરિવાર જનોમાં પણ ગમગીની છવાઈ જવા પામી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સમીના કાઠીના ખેડૂતે થાઈલેન્ડ લીંબુની ખેતી કરીને રૂ.5 લાખથી વધુ ની આવક મેળવી..

સમીના કાઠીના ખેડૂતે થાઈલેન્ડ લીંબુની ખેતી કરીને રૂ.5 લાખથી વધુ ની આવક મેળવી.. ~ #369News

બીપરજોય વાવાઝોડાને પગલે અસરગ્રસ્ત બનેલા પરિવારોની મદદરૂપ બનવાનું સેવાકાર્ય કરાયું..

બીપરજોય વાવાઝોડાને પગલે અસરગ્રસ્ત બનેલા પરિવારોની મદદરૂપ બનવાનું સેવાકાર્ય કરાયું.. ~ #369News

પાટણના નિવાસી અધિકક લેકટર દ્રારા સરકાર ની 13 મહત્વપૂર્ણ યોજના ઓ અંતર્ગત થયેલ કામોની સમીક્ષા કરાઈ..

પાટણના નિવાસી અધિકક લેકટર દ્રારા સરકાર ની 13 મહત્વપૂર્ણ યોજના ઓ અંતર્ગત થયેલ કામોની સમીક્ષા કરાઈ.. ~ #369News