પાટણ તા. 11
પાટણ જિલ્લાની પી. પી. પટેલ હાઇસ્કૂલ, ચાણસ્મા ખાતે ચાલી રહેલા વિજ્ઞાન વિષય ના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે નિવૃત્ત થતાં શિક્ષકો તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર શિક્ષકો નો શુભેચ્છા તેમજ સન્માન સમારંભ યોજાઇ ગયો. જેમાં પી. પી. પટેલ, ચાણસ્મા હાઈસ્કૂલ ટ્રસ્ટના મંત્રી બચુભાઈ પટેલ, મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્નના કેન્દ્ર સંચાલક પી. જી. પટેલ તથા વિષય કો-ઓર્ડીનેટર ગિરીશ ભાઈ પટેલ્, સંધ્યાબેન પટેલ તથા શ્રેષ્ઠ શિક્ષક રુપેશભાઈ ભાટિયા ઉપસ્થિત રહયા હતા.
નિવૃત્ત થતાં શિક્ષકો ભરતભાઈ પરમાર, રમેશભાઈ ચૌધરી તથા કૌશિકભાઈ રાવલનું સાલ, શ્રીફળ, સાકર તથા બોલપેન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. રાજય કક્ષાએ રાજ્યપાલ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક મેળવનાર તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ના શાળા અમલી કરણ અંતર્ગત ટાસ્ક ફોર્સના સદસ્ય રુપેશ ભાઈ ભાટિયાનું પણ સાલ અને બોલ પેન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરત ભાઈ પરમારે ૩૪ વર્ષના પોતા ના અનુભવો વર્ણવતાં કહ્યું કે, વિદ્યાર્થી ઓને સંસ્કાર અને દેશભક્તિ ના પાઠો અવશ્ય શીખવજો તેમજ શિક્ષક તરીકે બાળકો ને હંમેશા અગ્રેસર રાખીને વર્તન વ્યવહાર કરવા જણાવ્યું હતું. વિજ્ઞાન વિષય ના કો-ઓર્ડીનેટર ગિરીશભાઈ એ કહ્યું કે, પાટણ જિલ્લાના ગણિત – વિજ્ઞાન શિક્ષકો હંમેશા અગ્રેસર હોય છે. એમની નોંધ રાજ્ય અને રાષ્ટ્રમાં પણ લેવાય છે, જે પાટણ જિલ્લા ના ગણિત – વિજ્ઞાન શિક્ષકો માટે ગૌરવ સમાન છે. સર્વે નિવૃત્ત થતાં શિક્ષકોને હાર્દિક શુભકામ નાઓ પાઠવી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ બચુભાઈએ કહ્યું કે શિક્ષક ની મૂડી એ તેના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓ ને પ્રેમ અને હૂંફ આપશો એટલી તમને આત્મીયતા ની અનુભૂતિ થશે. સર્વે નિવૃત્ત શિક્ષકો ને દીર્ઘાયુ અને નિરોગી જીવન જીવે તેમજ જીવનપર્યંત સમાજ અને રાષ્ટ્ર માટે કાર્ય કરતાં રહે એવી શુભેચ્છાઓ પાઠવી ઉપરાંત શ્રેષ્ઠ શિક્ષકની જેમ બાકીના બધા શિક્ષકો એમના માંથી પ્રેરણા લે અને એમના જીવન નું અનુકરણ કરે એવી અભિલાષા સાથે શુભકામ ના ઓ પાઠવી હતી.કાર્યક્રમ ની આભાર વિધિ રમેશભાઈ ચૌધરીએ કરી હતી.કાર્યક્રમ નું સુચારુ સંચાલન ભરત ભાઈ ઠક્કરે કયુઁ હતું.