મુખ્યમંત્રીના કાર્યક્રમની જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા માહિતી પ્રદાન કરાઈ.
પાટણ તા. 11
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોરે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં આવતીકાલે તા. 12મી એપ્રિલ બુધવારના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાટણ શહેરની એક દિવસની મુલાકાતે આવવાના છે તેમના કાર્યક્રમની રૂપરેખા આપતા જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી આવતીકાલે બપોરે 1:30 વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે જિલ્લાના પદાધિકારી ઓ,ચૂંટાયેલા સદસ્યો,સહકારી આગેવા નો તેમજ પ્રબુદ્ધ નાગરિકો સાથે વન ટુ વન બેઠક કરશે. જેમાં સંગઠનને લગતી ચર્ચાઓ કરશે તેમ જણાવ્યું હતું.ભાજપ કાયૉલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પાટણ જિલ્લા ભાજપ મીડિયા સેલ કન્વીનર જયેશ ભાઈ દરજી સહિત જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને મીડિયા ના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.