એજન્સી વીના શહેરની સ્ટ્રીટ લાઇટોની મેન્ટેનન્સ કામગીરી સમયસર ન થાય તો શહેરીજનોને અંધેરા ઉલેચવાનો વારો આવશે..
પાટણ તા. 28
પાટણ નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ સરકાર દ્વારા ડબલ ઈ એસ એસ ને સોપવામાં આવ્યો હતો જે કોન્ટ્રાક્ટ તેઓએ પેટા કોન્ટ્રાક્ટ તરીકે હરિ કૃપા એજન્સી ને આપેલ ત્યારે તે કોન્ટ્રાક્ટ આગામી તા. 30 જૂને પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે પાટણ શહેરમાં કાર્યરત અંદાજિત 12500 જેટલી સ્ટ્રીટ લાઇટોની સાર સંભાળ રાખવાની જવાબદારી તારીખ 1 જુલાઈ થી નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટ શાખા ઉપર આવી શકે તેમ હોય ત્યારે પાટણ નગર પાલિકા ની સ્ટ્રીટ લાઈટ શાખામાં હાલમાં શહેર ની સ્ટ્રીટ લાઇટો નું મેન્ટેનન્સ કરવા હંગામી પાંચ જેટલા કર્મચારીઓ કાર્યરત હોય જેના કારણે શહેરના વિવિધ વિસ્તારો માં અવાર નવાર બંધ પડતી સ્ટ્રીટ લાઈટના સમસ્યાના નિરાકરણ ની કામગીરી મંદ બની શકે તેમ હોવાનું અને તેના કારણે શહેરીજનોને અંધારા ઉલેચવાનો વારો આવે તેવી પરિસ્થિતિ નું નિમૉણ ઉભું થઈ શકે તેમ હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
જોકે નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટની મેન્ટેનન્સ ની કામગીરી કરનાર એજન્સી ને એક મહિનોએક્સટેન્શન અપાય તે માટે સ્ટ્રીટ લાઈટ શાખા દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. ત્યારે જો આ એજન્સી નગર પાલિકા ની એક મહિનાની એક્સટેન્શનની કામગીરી સ્વીકારવાનો અનાદર કરે તો પાટણની પ્રજા ને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવે તેવી નૌબત સજૉઈ તેમ છે. તેને ધ્યાનમાં રાખીને સ્ટ્રીટ લાઇટની મેન્ટેનન્સ કામગીરી અર્થે નવીન એજન્સી માટે પણ સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું શાખાના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. જોકે નવીન એજન્સી માટે ની ટેન્ડર પ્રક્રિયા સહિત ની કામગીરી માટે પણ 20 થી 25 દિવસ જેટલો સમય લાગે તેમ હોવાનું પણ શાખા ના સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી