google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ ના અમલી કરણ માટે જિલ્લા કલેકટર ના અધ્યક્ષસ્થા ને સંકલન બેઠક યોજાઇ…

Date:

પાટણ તા. 11
જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ અંતરગર્ત તા.૨૪/૦૭/૨૦૨૨ ના રોજ નામ. હાઇકોર્ટ ખાતેની જુવેનાઇલ જસ્ટિસ કમિટી ના અધ્યક્ષ એ રિવ્યુ બેઠકમાં આપેલી સૂચના મુજબ તમામ જિલ્લાઓમાં બાળ કલ્યાણ પ્રવૃતિ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ ના અસરકારક અમલીકરણ હેતુસર મંગળવાર ના રોજ જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી.

જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના બાળ કલ્યાણ સાથે સંકળાયેલઅધિકારી પદાધિકારીઓ તથા અન્ય સંલગ્ન કર્મચારીઓના પ્રશ્નોના નિરા કરણ લાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ સંકલન બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા તેઓના વિભાગમાં થયેલ કામગીરી અંગે પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું. આજની બેઠકમાં પાટણ જિલ્લામાં છેવાડાના બાળકો સુધી ઝડપથી પહોંચી તેઓને યોજનાકીય લાભ સાથે જોડવા તથા અન્ય કામગીરી સરળતાથી થઈ શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યમાં ભારત સરકાર પુરસ્કૃત તથા લોકોની સહભાગીતાવાળી મિશન વાત્સલ્ય યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત દરેક જિલ્લામાં કલેકટરના ચેરમેન પદે જિલ્લા બાળ સુરક્ષા કેન્દ્રની રચના કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં એકમ દ્વારા બાળકોના અધિકારો, કાયદાકીય જોગવાઇઓ, જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપવું, બાળલગ્ન જાગૃતિ,બાળ મજૂરી અટકાયત, ભિક્ષાવૃતિ અટકાયત તેમજ બાળકો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવો, અપાવવો વગેરે અંતર્ગત જાગૃતિ લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આજની સંકલન બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, સેક્રેટરી, જિલ્લા મફત કાનૂની અને સેવા મંડળ પાટણ CWC ના ચેરમેનો/સભ્યો JJB તથા SJPU ના નોડલ અધિકારીઓ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા તેમની ટીમ, CCI અધિક્ષક અને ચાઇલ્ડ લાઇન ૧૯૮/ પાટણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

અખિલ ભારતીય દરજી મહાસભાના પાટણના મહામંત્રી તરીકે જયેશભાઈ દરજી ની વરણી કરાઈ..

પાટણ તા. 14અખિલ ભારતીય દરજી મહાસભાના પાટણના મહામંત્રી તરીકે...

ધારપુર ના ઓર્થોપેડિક સર્જન દ્વારા ઘૂંટણના દુખાવાની તકલીફ ભોગવી રહેલ મહિલાના ઘૂંટણની સફળ સજૅરી કરાઈ..

જરૂરિયાત મંદ દર્દીઓના ધારપુર હોસ્પિટલમાં નિશુલ્ક ઓપરેશન થતાં પરિવારે...