google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સરસ્વતી નદી કાંઠે આવેલા શ્રી આનંદેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં શુક્રવાર થી અતિ રુદ્ર મહાયજ્ઞ નો પ્રારંભ કરાશે..

Date:

ઇન્ટરનેશનલ શિવ કથાકાર ડો.લંકેશ બાપુના આચાર્ય પદે આયોજિત અતિ રુદ્ર મહાયજ્ઞના યજમાન પદનો લ્હાવો લેનાર પરિવારજનોમાં અનેરો આનંદ છવાયો..

પાટણ તા. 31 ધર્મની નગરી પાટણ શહેરમાં ધાર્મિક તહેવારોની સાથે સાથે ધાર્મિક ઉત્સવોની ભક્તિ સભર માહોલમાં પાટણના ધર્મપ્રેમી નગરજનો દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે પાટણ સરસ્વતી નદીના કાંઠે આકાર પામેલા નવ્ય ભવ્ય શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા શ્રાવણ વદ બીજ ને તા. 1/9/2023 શુક્રવાર થી શ્રાવણ વદ બારસ તા.11/9/2023 ને સોમવાર ના સમય દરમ્યાન ઇન્ટરનેશનલ શિવ કથાકાર ડો લંકેશ બાપુના શુભ સાનિધ્યમાં શ્રી અતિ રુદ્ર મહાયજ્ઞ નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલ આ શ્રી અતિરૂદ્ર મહા યજ્ઞના મુખ્ય યજમાન પદે ડિમ્પલબેન (લીલીબેન) શૈલેષકુમાર દિલીપભાઈ ચૌધરી પરિવાર અને સ્વ. બેચરભાઈ બદસંગભાઈ ચૌધરી સમસ્ત પરિવાર મહેસાણા,સહ યજમાન પદે મયુરભાઈ ચુનિલાલ પટેલ સમસ્ત પરિવાર પાટણ, અરવિંદ કુમાર ચિમનલાલ ભીલ સમસ્ત પરિવાર પાટણ વાળા બિરાજમાન થવાનો લ્હાવો મેળવી ધન્યતા અનુભવી છે.

પાટણ સરસ્વતી નદીના કાંઠે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે આયોજિત શ્રી અતિરૂદ્ર મહાયજ્ઞ ના આ ધામિૅક પ્રસંગને અનુરૂપ રોજેરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યાં છે ત્યારે આ ભવ્યાતિ ભવ્ય આયોજન ને સફળ બનાવવા શ્રી આનંદેશ્વ મહાદેવ મંદિર સમિતિ ના કાર્યકરો દ્રારા પણ ભારે જહેમત સાથે સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હોય પાટણની ધમૅ પ્રેમી જનતાને આ ધામિર્ક ઉત્સવો મા ઉપસ્થિત રહી પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ના આશિર્વાદ પ્રાપ્ત કરવા આયોજકો દ્રારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુરમાં ફેક્ટરીમાં નોકરીએ જવાનું કહીને નીકળેલો કિશોર ઘરે પરત ન આવતા પરિવારમાં ચિંતા, પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી

સિદ્ધપુરમાં ફેક્ટરીમાં નોકરીએ જવાનું કહીને નીકળેલો કિશોર ઘરે પરત ન આવતા પરિવારમાં ચિંતા, પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી ~ #369News

પાટણ જિલ્લામાં બકરી ઇદ નિમિતે ઈદગાહ ખાતે ઇદૂઅલ ફીત્રની નમાજ અદા કરાઈ..

ઇદગાહ સહિત શહેર ની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ કુરબાની...

પાટણ નગર પાલિકા દ્રારા આનંદ સરોવર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો..

પાટણ નગર પાલિકા દ્રારા આનંદ સરોવર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.. ~ #369News