google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સિદ્ધપુર ના ધનાવાડા ગામના વિરમજી ઠાકોર છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યા છે ગાય આધારીત પ્રાકૃતિક ખેતી…

Date:

પાટણ તા. ૨
દેશભરના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ હાલમાં રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીની મુહિમ ચલાવવામાં આવી રહી છે. જે અન્વયે તમામ જિલ્લામાં ખેડૂતો માટે વિશેષ તાલીમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી તેઓ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરીત થાય.

પાટણ જિલ્લામાં પણ અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાની જમીન ફળદ્રુપ કરતા થયા છે ત્યારે સિદ્ધપુરના ધનાવાડા ગામના ઠાકોર વિરમજી વાઘાજી છેલ્લા 20 વર્ષથી ખેતીના વ્યવસાય
માં જોડાયેલા છે. વિરમજીએ આત્મા કચેરીની અનેક તાલીમો લીધા બાદ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય લીધો હતો. આજે તેઓ છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને અન્ય ખેડૂતોને પણ આ પદ્ધતિ અપનાવા માટેની પ્રેરણા આપી રહ્યા છે.

તેઓના ખેત ઉત્પાદન પર નજર કરી તો રાસાયણિક ખેતી પદ્ધતિ દ્વારા વર્ષ 2022-23 માં 1 એકર વિસ્તારમાં રૂ.7200 ના ખર્ચે મગફળીનું વાવેતર કર્યું હતુ. જેમાં તેઓને રૂ.35,625 ની આવક થઈ હતી. ત્યારબાદ તેઓએ એજ વર્ષે 1 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા રૂ.4300 ના ખર્ચે મગફળીનું વાવેતર કર્યું હતુ. જેમાં તેઓને રૂ.44,800 ની આવક થઈ હતી. આમ તેઓને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા લીધેલ પાકમાં ઘણો ફાયદો દેખાતા આ પદ્ધતિ મારફતે જ ખેતી કરવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું.

તેઓએ સૌ પ્રથમ મગફળીનો પાક લીધો હતો. ત્યારબાદ અન્ય પાક જેવા કે ઘઉં, બાજરી, વરિયાળી વગેરે પણ પ્રાકૃતિક ખેતી મારફતે જ લીધા હતા. તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષ થી આત્મા યોજનામાં જોડાયા બાદ હું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છુ. આત્મા યોજના થકી મળતી તાલીમ તેમજ પ્રેરણા પ્રવાસમાં મળતી કૃષિ અંતર્ગત માહિતીના આધારે મે ગત વર્ષે ખરીફ ઋતુમાં મગફળી વાવ્યા હતા. હું વાવણી પહેલા બીજને બીજામૃતનો પટ આપું છું. જેના કારણે પાકને જમીન જન્ય રોગોથી બચાવી શકાય છે.

હું 25 દિવસે પાકમાં જીવામૃતનો છંટકાવ કરું છુ તેમજ જીવામૃતને પાણીની સાથે જવા દઉં છુ. રોગ અને જીવાતના નિયંત્રણ માટે હું નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર તેમજ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરતો રહું છું. જમીન જન્ય ફુગ અને જીવાતથી પાક ને રક્ષણ આપવા માટે હું જૂની પડી રહેલી ગાયના દૂધની ખાટી છાશનો ઉપયોગ પણ પાણી સાથે કરું છું તેવું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચંદ્રાવતી ખાતે આયોજિત પશુ સારવાર સર્જીકલ કેમ્પમાં 477 પશુઓને સારવાર અપાઈ..

પાટણ તા. 24 વિવિધ લક્ષી પશુ ચિકિત્સાલય, માંડોત્રી જિલ્લા...

પાટણ ના હાસાપુર-બોરસણ લીંક રોડ પરની સોસાયટીના લોકો એ પ્રાથમિક સુવિધા મામલે પાલિકા નો ધેરાવો કર્યો..

મહિલાઓ સાથે આવેલા રહીશોએ સૂત્રોચાર કરી પાલિકા પ્રમુખની ચેમ્બરમાં...

પાટણ લોકસભાની 7 વિધાનસભા બેઠકો પર 2073 મતદાન મથકો ઉભા કરાશે..

સૌથી વધુ 325 મતદાન મથકો રાધનપુર વિધાનસભા બેઠક પર...

સાંતલપુર ના કોરડા નજીક પીક અપ ડાલા અને જીપ વચ્ચે સજૉયેલ અકસ્માત માં 1 નું મોત 14 ઘાયલ…

ઈજાગ્રસ્ત તમામ ને રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા..પાટણ તા....