fbpx

પાટણ ત્રિમંદિર પરિવાર દર રવિવારે વિવિધ સેવા પ્રવૃત્તિ ઓ થકી જરૂરિયાત મંદોને મદદરૂપ બનશે..

Date:

પાટણ તા. ૯
પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ દ્વારા જરૂરિયાત મંદો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે.

ત્યારે પાટણ શહેરના ભૈરવ મંદિર રોડ પર આવેલા ત્રિમંદિરના સેવા ભાવી યુવા પરિવારો દ્વારા દર રવિવારે પાટણ શહેરના તમામ વિસ્તારોમાં ફરતા ભિક્ષુકોને નાસ્તો અને ઠંડા પાણીની બોટલ, ચંપલ, મિષ્ટ ભોજન સહિત ની સેવા પૂરી પાડવાનો સેવાકીય ભગીરથ કાયૅ નો રવિવાર થી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ત્રિમંદિર પરિવારના સભ્યો દ્વારા રવિવારથી પ્રારંભ કરાયેલા સેવાકીય કાયૅ ની શુભ શરૂઆત ખમણ અને ઠંડી પાણીની બોટલો નું વિતરણ કરીને કરવામાં આવ્યો હતો.આ સેવા પ્રવૃત્તિ ના પ્રારંભે ત્રિમંદિર મા બિરાજ માન વિવિધ દેવી-દેવતાઓને ખમણ અને ઠંડા પાણીની બોટલ પ્રસાદ રૂપે અપૅણ કરી

સેવાભાવી યુવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને જરૂરિયાત મંદોને ખમણ અને ઠંડા પાણીની બોટલો નું વિતરણ કરવામાં આવ્યું હતું. તો ત્રિમંદિર પરિવાર દ્વારા દર રવિવારે અલગ અલગ સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના ભૈરવ મંદિર રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ..

પાટણ શહેરના ભૈરવ મંદિર રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે માતાજીની ભવ્ય રમેલ યોજાઈ.. ~ #369News

પાટણમાં સ્થાપિત જગતના સૌપ્રથમ એવા શ્રી રોટલીયા હનુમાનજી મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ રોટલીયા ઉત્સવ તરીકે મનાવાશે..

પાટણમાં સ્થાપિત જગતના સૌપ્રથમ એવા શ્રી રોટલીયા હનુમાનજી મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ રોટલીયા ઉત્સવ તરીકે મનાવાશે.. ~ #369News