google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

એડવાન્સ વેરાની વસુલાત દરમિયાન 13 દિવસ માં પાટણ પાલિકા ને રૂ. 1.82 કરોડની આવક…

Date:

આંબેડકર જન્મ જયંતિ તેમજ રજાના દિવસોએ વેરા વસુલાતની કામગીરી બંધ રહેશે..

પાટણ તા. 13
પાટણ નગરપાલિકા દ્વારા તા. 1 લી એપ્રિલ થી શરૂ કરાયેલ એડવાન્સ વેરા વસુલાતની કામગીરી દરમિયાન ગુરૂવારના રોજ પાટણ નગરપાલિકાની વેરા શાખામાં એડવાન્સ વેરા રકમ પેટે ઘારકોએ રૂપિયા 32. 60 લાખની રકમ ભરપાઈ કરી હોવાનું વેરા શાખાના મુખ્ય અધિકારી લક્ષ્મણભાઈ પટેલ અને સંજયભાઈ પટેલે જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકા દ્વારા તા.1 લી એપ્રિલથી શરૂ કરાયેલ એડવાન્સ વેરા વસુલાત ની કામગીરી દરમિયાન કુલ 13 દિવસના સમય ગાળામાં રૂપિયા 1.82 કરોડની એડવાન્સ વેરા પેટે રકમ વેરા શાખાને પ્રાપ્ત થઈ હોવાનું વેરા શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા હાથ ધરાયેલી એડવાન્સ વેરા વસુલાતની કામગીરી આવતીકાલે આંબેડકર જન્મ જયંતી ની જાહેર રજા ને લઇ બંધ રહેવાની હોય જેની દરેક વેરા ગ્રાહકોએ નોંધ લેવા વેરા શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના તરુવન ખાતે શ્રી આનંદેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં ઠંડા પાણી ની પરબ નું ડો.લંકેશ બાપુએ લોકાર્પણ કર્યું..

પાટણના તરુવન ખાતે શ્રી આનંદેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં ઠંડા પાણી ની પરબ નું ડો.લંકેશ બાપુએ લોકાર્પણ કર્યું.. ~ #369News

વારાહી પ્રોહીબીશન ના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પાટણ એલ.સી.બી.ટીમે દબોચ્યો…

પાટણ તા. ૨૯પાટણ જિલ્લાના વારાહી પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશન...