fbpx

રાધનપુર પંથકમાં માગૅ અકસ્માત માં મૃત્યુ પામેલ 8 લોકો અને ઘાયલ 10 લોકોને સહાયના ચેક અપૅણ કરાયા..

Date:

રાધનપુર મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય ના વરદ હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા..

પાટણ તા. 13
પાટણ જિલ્લાના રાધનપુર મામલતદાર કચેરી ખાતે રાધનપુરના ધારાસભ્યના વરદસ્ય અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના સભ્યોને મૃત્યુ સહાયના ચેક નું વિતરણ ગુરુવારે કરવામાં આવ્યું હતું. અગાઉ રાધનપુર વારાહી વચ્ચે જીપ અને ટ્રકના એક્સિડન્ટમાં 8 લોકોના મોત નિપજયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા.

ત્યારે મૃતક પરિવારજનોને તેમજ ઇજાગ્રસ્ત બનેલા પરિવારજનોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તે બાબતની ગુજરાત સરકાર પાસે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 37 લાખ ની મૃત્યુ સહાય અને ઈજાગ્રસ્ત સહાય મંજુર કરવામાં આવી હતી જે મંજૂર કરાયેલ રકમના ચેક ગુરૂવારના રોજ રાધનપુર મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વરદ હસ્તે લાભાર્થી પરિવારોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

આ ચેક વિતરણ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, રાધનપુર મામલતદાર સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સુરેશભાઈ ઠાકોર, તાલુકા ભાજપ મંત્રી ભાવાજી ઠાકોર, તાલુકા પ્રમુખ સાંતલપુર સગત્તાભાઈ ચૌધરી, રામભાઈ આહીર, જયંતીજી ઠાકોર સહિતના આગેવાન અને ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મુત્યુ પામેલા ના પરિવારને ₹4,00,000 લેખે 8 પરિવારને 32 લાખ રૂપિયા અને ઘાયલ થયેલા દસ લોકોના પરિવારને 50-50 હજાર રૂપિયાના પાંચ લાખના ચેક અર્પણ ધારાસભ્ય લવિંગજી સોલંકી ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર પોલીસે વિદેશી દારૂ નો જથ્થો ભરેલ સ્વીફ્ટ કાર સાથે એક શખ્સને ને ઝડપી લીધો..

આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમોને ઝડપી લેવા ચક્રો...