fbpx

પાટણ છીડીયા દરવાજા નજીક ખુલ્લી ચેમ્બર મા પટકાયેલા ગૌમાતા નું રેસ્કયુ કરાયું..

Date:

શહેરના વિવિધ વિસ્તારો માં ખુલ્લી ચેમ્બરના કારણે સજૉતા અકસ્માત અટકાવવા પાલિકા તંત્ર યોગ્ય કરે..

પાટણ તા. 18
પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરોની ખુલ્લી ચેમ્બરો ના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોવાની ઘટના સાથે અબોલ જીવો પટકાવવાની પણ સમસ્યાઓ વારંવાર સર્જાતી જોવા મળતી હોય છે.

રવિવારના રોજ આવી જ એક ઘટના શહેરના છીડીયા દરવાજા નજીક ખુલ્લી ચેમ્બરમાં ગૌમાતા પટકાતા સામે આવવા પામી હતી.

પાટણ નગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ ભૂગર્ભ ગટર યોજના દરમિયાન બનાવાયેલી ગટરોની ચેમ્બરો ઉપર સંરક્ષણ માટે ફીટ કરાયેલા ઢાંકણાઓ કેટલાક વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત બન્યા છે.

તો કેટલાક વિસ્તારોમાં આવી ભૂગર્ભ ગટરની ચેમ્બરો ઉપરથી સંરક્ષણ માટેના ઢાંકણા ગાયબ હોય જેના કારણે અવારનવાર આવી ખુલ્લી ભૂગર્ભ ગટરની ચેમ્બરો દ્રારા નાના મોટા અકસ્માત સજૉતા હોય છે તો ક્યારેક ચેમ્બરોમાં અબોલ જીવો પટકાવવા ની સમસ્યાઓ પણ સર્જાતી હોય છે.

રવિવારે પાટણ શહેરના છીડીયા દરવાજા પાસે આવી ખુલ્લી ચેમ્બરમાં એક ગૌમાતા પટકાતા તેઓના શરીરના ભાગે ઈજાઓ પહોંચવા પામી હતી. આ ઘટનાની જાણ જીવ દયા પ્રેમી અને બજરંગ દળના કાર્યકર હિતેશભાઈ ઠક્કરને થતા તેઓએ તાત્કાલિક બજરંગ દળ ના કાર્યકર્તાઓને તેમજ જીવદયા પ્રેમીઓને સ્થળ પર બોલાવી રસ્સા ની મદદ વડે ગૌમાતા નું રેસ્ક્યુ કરી મહામુસીબતે ગૌમાતા ને ચેમ્બર માથી બહાર કાઢી તેની સારવાર કરવામાં આવી હતી.

પાટણ શહેરમાં ખુલ્લી ભૂગર્ભ ગટરની ચેમ્બરોમાં અવારનવાર બનતા આવા બનાવોને લઈને છીડીયા દરવાજા પાસેનીસોસાયટી વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમી રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે અવાર નવાર આવી ધટનાઓ બનતી હોવા છતાં પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર ની ખુલ્લી ચેમ્બરો સુરક્ષિત બનાવવામાં આવતી નથી અને તેના કારણે આવી સમસ્યાઓ નું નિમૉણ થતું હોય છે.

આવી ધટનાઓ રોકવા પાલિકા તંત્ર દ્વારા ખુલ્લી ચેમ્બરોનેતાત્કાલિક સુરક્ષિત બનાવવીજોઈએ તેઓએ ઐતિહાસિક ધરોહર સમાન છીડીયા દરવાજા નજીક પુનઃ ગંદકી ના ઢગ ખડકવાનું વિસ્તાર ના લોકો એ શરૂ કયુઁ હોય ગંદકી કરનાર સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી વિસ્તાર ને સ્વચ્છ રાખવા તેઓએ પાલિકા તંત્ર ને અપીલ કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી મહાલક્ષ્મી મહિલા ક્રેડીટ સોસા.લી.ના ચેરમેન પદે ભાવનાબેન એલ. ઠકકરની બિનહરીફ વરણી..

પાટણ તા. ૧૭પાટણ ખાતે છેલ્લા ૨૩ વર્ષથી કાર્યરત પ્રતિષ્ઠિત...

પાટણ જિલ્લા વનરક્ષક વનપાલ કર્મચારી મંડળ તેમજ પાટણ વનવિભાગ ના સંયુક્ત ઉપક્રમે સત્કાર સન્માન સમારોહ યોજાયો

પાટણ જિલ્લા વનરક્ષક વનપાલ કર્મચારી મંડળ તેમજ પાટણ વનવિભાગ ના સંયુક્ત ઉપક્રમે સત્કાર સન્માન સમારોહ યોજાયો ~ #369News

શેર બજાર નું ડબ્બા ટ્રેડીંગ કરતા એક ઇસમને પકડી પાડતી પાટણ એલસીબી..

પાટણ તા.19પાટણ જીલ્લામાથી સ્ટોક એકસ્ચેન્જના કોઇપણ સત્તાવાર લાયસન્સ વિના...