google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં આયોજિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુની શિવકથા ની પોથીયાત્રા ભક્તિ સભર માહોલ માં યજમાન પરિવારોને ત્યાંથી પ્રસ્થાન પામશે..

Date:

તારીખ 27મી એપ્રિલના રોજ શિવ કથા દરમિયાન ભક્તિ સભર માહોલમાં શિવ વિવાહ નો પ્રસંગ ઉજવાશે..

પાટણ તા. 13
ધર્મની નગરી પાટણ શહેરમાં ભૈરવ મંદિર રોડ પર આવેલા પાંજરાપોળ ની પવિત્ર જગ્યા પર અખાત્રીજના પવિત્ર દિવસે તારીખ 22 એપ્રિલના રોજ યોજાનાર ઇન્ટરનેશનલ શિવ કથાકાર પરમ પૂજ્ય ડો.લંકેશ બાપુની શું મધૂર વાણીએ શિવકથા નું આયોજન કરવામાં આવ્યું છે.

શિવ કથા ના પ્રારંભ પ્રસંગે ભક્તિ સંગીતના સુરો વચ્ચે પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ ના સાનિધ્યમાં ભવ્યાતિ ભવ્ય પોથીયાત્રા યજમાન પરિવાર અશ્વિનભાઈ શંકરલાલ પટેલ (દાઢી) ના નિવાસ્થાન અષ્ટવિનાયક બંગ્લોઝ ખાતેથી તારીખ 22મીના બપોરે 3-00 કલાકે નીકળી અન્ય યજમાન પરિવાર એવા સ્વ.દિલીપભાઈ નાનજીભાઈ પટવા ના લક્ષ્મી નગર સ્થિત નિવાસ્થાને પહોંચશે. જ્યાં ઇન્ટરનેશનલ શિવકથાકાર પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ નું સ્વર્ગસ્થ દિલીપભાઈ નાનજીભાઈ પટવા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત સામૈયુ કરવામાં આવશે.ત્યારબાદ ત્યાંથી વાંજતે ગાજતે પોથી યાત્રા શિવ કથાકાર પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ ની આગેવાની હેઠળ 4:30 કલાકે પ્રસ્થાન પામી ભૈરવ મંદિર રોડ પર આવેલા પાંજરાપોળ ની પવિત્ર જગ્યા પર કથા સ્થળે સંપન્ન બનશે.

આ પોથીયાત્રામા પાટણની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે સ્વર્ગસ્થ દિલીપભાઈ નાનજીભાઈ પટવા પરિવાર દ્વારા તેઓના લક્ષ્મીનગર સ્થિત નિવાસ્થાને ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પોથીયાત્રાનું શાસ્ત્રોક મંત્રોચાર વચ્ચે સ્થાપન કરી શિવ કથા નો પ્રારંભ કરવામાં આવશે. આ શિવ કથા દરમિયાન તારીખ 27મી એપ્રિલના રોજ શિવ વિવાહ નો પ્રસંગ પણ ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવશે તો પાટણની ધર્મપ્રેમી જનતાએ આ શિવ કથા ના રસપાન માટે ઉપસ્થિત રહેવા આયોજક પરિવારો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

પાટણ ખાતે ઇન્ટરનેશનલ શિવ કથા કાર પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુના શું મધુર કંઠે આયોજિત કરાયેલી આ શિવ કથા ના આયોજનને સફળ બનાવવા યજમાન પરિવારો સહિતના ધર્મ પ્રેમી કાર્યકર્તાઓ દ્વારા હાલમાં કથા સ્થળે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ખાતે યોજાનારજિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ..

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ધ્વજવંદન કરાશે..ધ્વજવંદન કાર્યક્રમની...

પાટણ સાંસદની રજુઆત ને પગલે સિધ્ધપુર રેલવે સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજ માટે રૂ. 30.33 કરોડ ફાળવાયા..

પાટણ સાંસદની રજુઆત ને પગલે સિધ્ધપુર રેલવે સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજ માટે રૂ. 30.33 કરોડ ફાળવાયા.. ~ #369News

પાટણ મા મણીભદ્ર હાઇટ્સ ના શુભારંભ પ્રસંગે માનવીય સેવાની સાથે સાથે અબોલ જીવો ની સેવા કરવામાં આવી ..

એક્ટિવ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને જાણીતા બિલ્ડર દિલીપભાઈ પટેલ...