વિદેશી દારૂ, બિયરની કુલ1,14,491 બોટલો કિ.રૂ.2,09,78,752 નો નાશ કરાયો..
પાટણ તા. 13
પાટણ જિલ્લાના સિદ્ધપુર ડિવિઝનના 8 પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો વર્ષ 2015 થી વર્ષ 2022 દરમિયાન ઝડપાયેલા જથ્થાનો ગુરૂવારના રોજ નાશ કરવામાં આવ્યો હતો.
આ બાબતે પોલીસ સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ પોલીસ અધિક્ષક વિજય પટેલના માર્ગદર્શન અને સુચના મુજબ પાટણ જીલ્લાના સિધ્ધપુર ડિવીઝનના 08 પોલીસ સ્ટેશનોમાં ભારતીય બનાવટનો વિદેશી/ઇગ્લીશ દારૂ ગેરકાયદેસર રીતે પકડાયેલ સને 2015 થી સને-2022 સુધીનો જથ્થો નાશ કરવા સારૂ ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક:ન.શ.ધ 2007/318/ઇ.1 સચિવાલય ગાંધીનગરના તા.5/5/2009 ના હુકમથી રચાયેલ સમિતિ મુજબ નામદાર કોર્ટમાંથી હુકમો મેળવી સમિતિના સભ્યોમાં અધ્યક્ષ સ્થાને સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ પાટણ તથા સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ સિધ્ધપુર તથા નશાબંધી તથા આબકારી પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યા, સિધ્ધપુર ડિવિઝન તથા પો.સ્ટે. ઇન્ચાર્જ ની હાજરીમાં કુલ ગુના-398 માં કુલ બોટલો દારૂ નંગ- 96667તથા બિયર/ ટિન નંગ-17824 મળી કુલ નંગ-114491 કિ.રૂ.2,09,78,752 નો સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામની સરકારી પડતર ખરાબામાં ભારતીય બનાવટનો વિદેશી/ઇગ્લીશ દારૂનો ગુરૂવારે નાશ કરવામાં આવેલ હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.