કેનાલ મા ગાબડું પડવાની જાણ તંત્ર ને કરાતા પાણી કેનાલ નું પાણી બંધ કરતા નુકશાની અટકી..
પાટણ તા. 14
પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ઝઝામ ગામ પાસે થી પસાર થતી કચ્છ બ્રાન્ચ નર્મદા નિગમની કેનાલમાં મોટું ગાબડું પડવાની સાથે કેનાલ નો ભાગ બેસી જતા ખેડૂતો ના જીવ પડીકે બંધાયા હતા જોકે આ મામલે તંત્રને જાણ થતાં અને તંત્ર ની સમયસરની સુચકતા ના કારણે ખેડૂતો ને મોટી નુકસાની થતાં અટકી હોય હાશકારો અનુભવ્યો હતો.
પાટણ જિલ્લા ના સાતલપુર તાલુકા માંથી પસાર થતી કચ્છ બ્રાન્ચ નર્મદા નિગમની કેનાલની હલકી ગુણવત્તાવાળા કામને લઈને આ વિસ્તાર ની કેનાલ બેસી જતા અને સ્થાનિક લોકો ને આ બાબતે ખ્યાલ આવતા તાત્કાલિક ધોરણે તંત્ર નું ધ્યાન દોરી કેનાલ નું પાણી બંધ કરાવતા ખેડૂતો ની મોટી નુકસા ની ટળતા હાશકારો અનુભવ્યો હતો.
સાંતલપુર પંથકની નમૅદા કેનાલ ના કામમાં થયેલા ભ્રષ્ટાચાર નો વધુ એક નમુનો ગતરોજ કેનાલમાં ગાબડું પડતા પ્રકાશ મા આવ્યો હોય ત્યારે કેનાલની કામગીરી મા ભષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા પંથકના લોકોમા માગણી ઉઠવા પામી.