fbpx

પાટણ જિલ્લાની 472 શાળાઓમાં શૈક્ષણિક સિધ્ધિ સર્વેક્ષણ કામગીરી તા. 3 નવેમ્બર થી હાથ ધરાશે..

Date:

પાટણ તા. 2
રાજ્ય શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ 2023 અંતર્ગત પાટણ જિલ્લાની 472 શાળાઓમાં તા.3 નવેમ્બરે એક જ સમયે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું છે. એનસીઈઆરટી પરખ દ્વારા સમગ્ર રાજ્ય માં ત્રણ નવેમ્બરના રોજ સ્ટેટ એજ્યુકેશન એચિવમેન્ટ સર્વે (એસઈએએસ) હાથ ધરાનાર છે, જેમાં ધોરણ 3-6 અને 9 ના સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ આ સર્વેમાં ભાગ લેનાર છે.જીસીઈઆરટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા જિલ્લાની 472 શાળાઓમાં આ સર્વે યોજાનાર છે જેમાં 500 ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર તરીકે બીએડ, એમએડ ગ્રેજ્યુએટ તાલીમાર્થીઓને અલગ અલગ તબક્કામાં આ અંગેની તાલીમ આપવામાં આવી હતી. તેમજ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ,બીઆરસી,સીઆરસીને પણ આ સમગ્ર પ્રોજેક્ટ અને કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા.

જિલ્લા શિક્ષણઅધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે સંકલનમાં રહીને કે.કે.ગર્લ્સ હાઇસ્કુલ પાટણ ખાતે ઝોનલ બનાવવામાં આવેલ છે ત્યાંથી તમામ સાહિત્ય તાલુકામાં અને તાલુકાથી શાળા સુધી વિતરણ કરવા માં આવેલ છે. ત્રણ નવેમ્બરના રોજ પાટણ જિલ્લાની 472 શાળાઓમાં એક જ સમયે ધોરણ ત્રણ, છ અને નવ મા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.આ સમગ્ર કામગીરી જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી તેમજ ડાયેટના પ્રાચાર્ય ડો.પિન્કીબેન રાવલ તેમજ ડીઈઓ કચેરીના ભરતભાઈ રાવલના માર્ગદર્શન નીચે કો ઓર્ડીનેટર પટેલ, રીકેશભાઈ સોલંકી, ડાયટના ડો.દશરથભાઈ ઓઝાકામગીરી કરી રહ્યા છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી કેમ્પસમાં NSS દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 6પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના...

ચાણસ્મા હાઇવે સર્કલ પર ટોળું વળીને બેઠેલી ગાયોના ઝુંડને ઇકો ચાલકે હેડફેટમાં લેતા એક ગાયનું મોત બે ઘાયલ..

ચાણસ્મા હાઇવે સર્કલ પર ટોળું વળીને બેઠેલી ગાયોના ઝુંડને ઇકો ચાલકે હેડફેટમાં લેતા એક ગાયનું મોત બે ઘાયલ.. ~ #369News

હાસાપુર આંગણવાડી ને એલ ઈ ડી ટીવી અપૅણ કરાયું..

પાટણ તા. ૧૭પાટણ શહેરના ઓજી વિસ્તાર હાસાપુર ની આંગણવાડીમાં...

હારીજ મા રોમિયોગીરી કરતા યુવાનોને નસિયત કરવા મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો..

પોલીસ દ્વારા રોમિયોગીરી કરતા યુવાનો સામે કડક કાર્યવાહી કરવાની...