પાટણ તા. 17
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરીમાં સ્વ.કિર્તીકુમાર જયસુખરામ પારધી ના સૌજન્યથી ચાલતા લોકપ્રિય કાર્યક્રમ મને જાણો’માં રવિવારે સાંજે લાઇબ્રેરીનાં ‘આસ્થા હોલ’માં વિદ્વાન વકતા શાંતિભાઇ ઠક્કર દ્વારા ‘ભગવદ્ ગીતાનો જ્ઞાનયોગ’ વિષય ઉપર સ્પષ્ટ ઉચ્ચારણ, અદ્ભૂત વાક્છટા, શાસ્ત્રો અને સાહિત્યો માંથી રસપ્રદ સંદર્ભો, શ્લોકો, સુવિચારો ની અદ્ભૂત રજૂઆત કરીને તમામ બુધ્ધિનિષ્ઠ શ્રોતાઓને જ્ઞાન-અજ્ઞાન અને યોગ વિશે રજુઆત કરી પ્રવચનમાં રસતરબોળ કરી દીધા હતા.
આ પ્રસંગે પ્રમુખ ડો.શૈલેષ સોમપુરા દ્વારા તમામ શ્રોતાઓનું સ્વાગત કરી લાઈબ્રેરીમાં પિતા અને પુત્રો બંને ખૂબજ સુંદર પ્રવચન આપી રહયા છે તે બદલ આનંદ વ્યકત કર્યો હતો. સંયોજક નગીનભાઇ ડોડીયાએ વકતા નો પરિચય આપ્યો હતો.આ પ્રસંગે સુનીલ ભાઇ પાગેદાર, સુરેશભાઇ દેશમુખ, કાંતિ ભાઈ સુથાર,અશ્વિનભાઇ નાયક, ડો.પ્રતિક ભાઈ શાસ્ત્રી, ડો.શરદભાઇ પટેલ, જયમાલા બેન પંચાલ, જયશ્રી બેન સોમપુરા, બાબુભાઇ નાયક વગેરે સુજ્ઞ શ્રોતાઓ હાજર રહ્યા હતા. આભારવિધિ મંત્રી મહાસુખભાઇ મોદીએ કરી હતી.