રથયાત્રા સમિતિ ના ભાઈઓ અને બહેનો પવિત્ર ભાવથી પ્રસાદ નું પેકિંગ કરી ધન્યતા અનુભવી રહ્યા છે..
પાટણ તા. 17
પાટણ શહેરમાં આગામી તારીખ 22મી એપ્રિલના રોજ ભગવાન જગન્નાથના મંદિર પરિસર ખાતેથી નીકળનારી શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતી પ્રસંગની રથયાત્રાને લઈને મંદિર પરિસર ખાતે પરશુરામ જન્મ જયંતિ મહોત્સવ સમિતિના કાર્યકરો દ્વારા સમિતિ ના કન્વીનર પિયુષભાઈ આચાર્યની રાહબરી હેઠળ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
ભગવાન શ્રી પરશુરામજી ની રથયાત્રા મા જોડાનાર ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓ માટે રથયાત્રા સમિતિ દ્વારા કાજુ ,દ્રાક્ષ,સાકર, ખારેક અને સીંગદાણાના પ્રસાદનું પેકિંગ શ્રી જગન્નાથ ભગવાનના મંદિર પરિસર ખાતે રથ યાત્રા સમિતિની બહેનો અને ભાઈઓ દ્વારા શુદ્ધતા અને પવિત્રતા સાથે કરવામાં આવી રહ્યું છે.
પાટણ શહેરમાં ચાલુ સાલે નીકળનારી શ્રી પરશુરામ ભગવાનની જન્મ જયંતી મહોત્સવ નિમિત્તેની રથયાત્રા ભગવાન જગન્નાથજી ની રથયાત્રાની જેમ યાદગાર બની રહે તે માટે પાટણના સમસ્ત બ્રહ્મ સમાજ સહિત અઢા રેય વરણ ના લોકોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો હોવાનું પરશુરામ ભગવાન જન્મ જયંતી મહોત્સવ સમિતિના ચેરમેન અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા ના સેવાભાવી પ્રમુખ પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.