fbpx

URI ફિલ્મમા મહત્વની ભૂમિકા અદા કરનાર યોગેશ સોમણે વલ્ડૅ હેરિટેજ રાણ કી વાવ ની મુલાકાત લીધી..

Date:

રાણ કી વાવ ની કલા કોતરણી ને બારીકાઈ થી નિહાળી અભિભૂત બન્યા.

પાટણ કોલેજના પ્રોફેસર ડો આશુતોષ પાઠકે પાટણ ની પ્રભુતાથી માહિતગાર કર્યા..

પાટણ તા. 5
ભારત સરકાર દ્વારા 100 ની ચલણી નોટ ઉપર પાટણની ઐતિહાસિક ધરોહર એવી રાણકી વાવ ને અંકિત કરવામાં આવી છે. ત્યારે વર્લ્ડ હેરિટેજ રાણ કી વાવ ની સમગ્ર વિશ્વમાં નોંધ લેવાઇ હોય જેના કારણે મોટી સંખ્યામાં પર્યટકો પણ અવાર નવાર રાણ કી વાવ ને નિહાળવા પાટણ આવતા હોય છે. શુક્રવાર ના રોજ યોગેશ સોમણ કે જેઓએ ઉરી URI ફિલ્મમા સ્વ.મનોહર પરિકરજીની ભુમિકા ભજવી હતી. અને દ્રશ્યમ્ ફિલ્મમા ઈન્સ્પેક્ટર સાવંતની ભુમિકા ભજવી હતી તેઓએ પણ પાટણની વિશ્વ વિરાસત રાણી કિ વાવ ની મુલાકાત લીધી હતી.

તેઓએ વલ્ડૅ હેરિટેજ રાણ કી વાવ ને બારી કાઈ થી નિહાળી તેની કલા કોતરણીની મુકત મને પ્રશંસા કરી આ બેનમૂન રાણકી વાવ સાથે ફોટો સુટ કરાવી વિશ્વ વિખ્યાત રાણકી વાવ ની મુલાકાતને યાદગાર લેખાવી હતી. યોગેશ સોમણ ની રાણકી વાવ મુલાકાત દરમિયાન તેઓએ પાટણ કોલેજ ના પ્રોફેસર ડૉ.આશુતોષ પાઠક સાથે પણ ટુંકી શુભેચ્છા મુલાકાત કરી પાટણની પ્રભુતા વિશે માહિતી મેળવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related