fbpx

પાટણ યુનિવર્સિટી સંલગ્ન વડાલી શિક્ષણ સંકુલમાં આગામી સમયમાં MSC IT નો અભ્યાસ ક્રમ શરૂ કરાશે : કુલપતિ…

Date:

પાટણ તા. 27
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના વડાલી ખાતે બીજું શૈક્ષણિક સંકુલ નિર્માણ પામી રહ્યું છે ત્યારે યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોર પોરીયા એ ટીમ સાથે આ સંકુલની ગતરોજ પ્રથમવાર મુલાકાત લઈ સંકુલનું નિરિક્ષણ કરી આગામી દિવસોમાં આ સંકુલમાં MSCIT નો અભ્યાસ ક્રમ શરૂ કરવામાં આવે તે માટે વિચાર વિમૅશ કરવામાં આવ્યો હતો.

કુલપતિની આ મુલાકાત સમયે આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરા તેમજ કુલસચિવ ડો. રોહિતભાઈ દેસાઈ અને એન્જિનિયર વિપુલભાઈ સાંડેસરા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લાઓ પૈકી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા વિસ્તાર ના વિદ્યાર્થીઓને નજીકમાં શૈક્ષણિક સુવિધાનો લાભ મળી શકે તે માટે ખેડબ્રહ્મા નજીક વડાલી ખાતે શિક્ષણ સંકુલ નિર્માણ પામી રહ્યું છે. જ્યાં વિવિધ પ્રકારના ઉચ્ચ અભ્યાસક્રમોની સુવિધાઓ તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે.

કેમ્પસમાં ચાલી રહેલ એમએસસી કેમેસ્ટ્રીના અભ્યાસક્રમ અંગે માહિતી મેળવી વિદ્યાર્થીઓ સાથે કુલપતિ એ વાતચીત કરી હતી.અને આગામી સમય
માં અહીં એમએસસી આઈટીનો અભ્યાસક્રમ શરૂ કરવા બાબતે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી.
વડાલી શૈક્ષણિક સંકુલ ખાતે ઓર્ગેનિક ફાર્મિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે જેના બિલ્ડીંગ
ની પણ કુલપતિ એ મુલાકાત લઈ આગામી સમય માં અહીં એમએસસી આઈટી અને બી સી એ નો અભ્યાસક્રમ ચાલુ કરાશે તે અંગે હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલીટી અંગે ચર્ચા વિચારણા કરી હતી.

અહીં ઓર્ગેનિક ફાર્મિંગ સેન્ટર ખાતે આગામી સમય માં જમીનનું પૃથ્થ કરણ તેમજ તેની ફળદ્રુપતા અંગેનું ટેસ્ટિંગ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા બાબતે તેમજ પ્રાકૃતિક ખેતી માટેના ખેડૂતલક્ષી પ્રોગ્રામો અને અભ્યાસક્રમ ચાલુ થઈ શકે તે દિશામાં પણ કુલપતિની મુલાકાત દરમિયાન ચર્ચા વિચારણા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકાના પ્રમુખે પરિવાર સાથે મતદાન કરી લોકોને મતદાન કરવા અને કરાવવા અપીલ કરી..

પાટણ તા. 7લોકશાહીના મહાપર્વ માં પાટણના પ્રથમ નાગરિક એવા...

પાટણ સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન ટેક્નોલોજી પર એક દિવસીય વર્કશોપ યોજાયો…

પાટણ તા. ૨૪ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

રાધનપુરમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા વિશ્વ ચકલી દિન નિમિત્તે પાણીના કુંડા અને માળા નું નિશુલ્ક વિતરણ કરાયું..

રાધનપુરમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા વિશ્વ ચકલી દિન નિમિત્તે પાણીના કુંડા અને માળા નું નિશુલ્ક વિતરણ કરાયું.. ~ #369News